SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રકારે જેની ના કહી હોય તેવું હોય તે તે કામ ન કરવું. એટલે, લેકમાં નિદા થાય તેવું કામ ન કરવું, પણ ધર્મને તે અનુકૂળ હોવું જોઈએ, ધર્મ આચરણને તે અનુસર નારું હોવું જોઈએ. લેકે કહે છે તે માટે અમુક કામ કરવું એમ નહિ પણ વિશુદ્ધ ધર્મ અને ધર્માચરણની તે વિરુદ્ધ ન હોય તે તેવું કામ કરવું. લેક અને ધર્મને બન્નેને વિરોધ હોય ત્યાં ધર્મને જ પ્રાધાન્ય આપવું અને લેકેને ધર્મને મર્મ સમજાવો. ધર્મ જાળવી રાખી તેને બાધા ન આવે તેવું લેકસમત કામ કરવું. એટલે ધર્મ અને તેનું આચરણે એ તે મુખ્ય સ્થાને જ રાખવું. સદ્ધર્માનપધ–વિશુદ્ધ ધર્મને અબાધક જે કામ લેકસંમત હોય તે કરવું અને લકોને અસંમત હોય તે ન કરવું. પણ ધર્મને વિરોધ આવતો હોય ત્યાં ધર્મને જ પ્રાધાન્ય આપવું. એ તે શરીર જાય કે ગમે તેમ થાય, પણ શિરસાટે એ વાત હેવી જોઈએ કે ધર્મને વિરોધ આવે તેવું કોઈ પણ કામ સાધુપુરુષથી તે ન જ થાય. દાખલા તરીકે અણસણ કરવું હોય, હેતુ ન સમજનાર લે કે તેની ના પાડે, તે તેથી ગભરાવું નહિ, કારણ કે એ તે ધર્માચરણની વાત છે. ધર્માચરણ કરતી વખતે વિચારણા ધર્મમય જ હેય, તેમાં કોઈ આડે આવતું હોય તે તેની દરકાર ન કરવી. અભિગમનીય–લેકેથી અવિરુદ્ધ વર્તન યોગ્ય છે, પણ તે સદ્ધર્મને અનુસરનારા હોય ત્યાં સુધી જ. ધર્મને અને કોને વિરોધ હોય તે ધર્મને જ પ્રાધાન્ય મળે. ત્યાં પણ સર્વ લેકો ધર્મ વિરુદ્ધ ન થાય અને સમજુ તે એને ભાવાર્થ બરાબર સમજે, તેથી અંતે રસ્તે નીકળી શકે છે. આ કલેકમાં બે અગત્યની વાત કરી. શરીરને ધર્મસાધન હેવાથી ઉપેક્ષવું નહિ, તેની ધમને અનુકૂળ રહી પિષણ કરવી અને ધર્મને વિરોધ ન હોય તે લેકમતને અનુસરવું. પણ જ્યાં ધર્મને અને દેહને અથવા ધર્મને અને લોકોને વિરોધ હોય ત્યાં ધર્મને જ મુખ્યતા સાધુએ આપવી. સાધુજીવન ધર્મજીવન જ છે, ધર્મ માટે જીવન છે અને ધર્મ જાય તે તેનું સર્વસ્વ જાય છે, તેથી પ્રાણ જાય પણ ધર્મ ન છેડાય. માટે ધર્મ શિરમુગુટમણિ છે અને તે માટે જ અને તેની રક્ષા માટે જ એનું જીવન છે. અપરાધ-ઉપાધિ એટલે આવરણ, પ્રતિબંધ. અનુપરોધ એટલે ધર્મને પ્રતિબંધ ન કરે તેવું જે વર્તન કે સંવ્યવહાર હોય છે. આમાં નકાર છે. તે ખૂબ વિચારણા માગે છે. ધર્મને પ્રતિબંધ ન કરનાર કવિરુદ્ધ કામ હોય તે જ તેને અનુસરવાને આમાં સીધે ઉપદેશ છે તે સારી રીતે સમજવું. જે લોકસંમત હોય પણ ધર્મને નુકસાન કે પ્રતિબંધ કરે તેવી ચીજ હોય તે તેને અનુસરવાની આ કલેકમાં વાત નથી તે ખાસ સમજવા ગ્ય છે. (૧૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy