________________
૩૧૯ પર શેઠને દેખવા, એમના દર્શન કરવા બેઠો અને અહીં સાચું સુખી મળશે એવી આશા રાખી. શેઠ થોડા વખત બાદ ત્યાં આવી પહોંચ્યા ત્યારે આ સાચા સુખની શોધમાં નીકળેલા જિજ્ઞાસુને શેઠની પાસેથી ખબર પડી કે ચારે છોકરા તે કોઈ બીજાના હતા, શેઠ પિતે તે નપુંસક હતા. આ વાર્તા ચંદ્રકાન્ત નામના પુસ્તકમાં શ્રી ઈચ્છારામ સૂર્યરામે પ્રગટ કરી છે. એ જરૂર વાંચવા જેવી છે. મતલબ, આ જગતમાં કઈ સાચા અર્થમાં સુખી નથી. અને આ ભ્રમણામાં રહેવા જેવું નથી. સાચું સુખ ક્યાં છે અને તેને મળે તેને જવાબ આ પ્રકરણ આપે છે, તે વિચારવા આપને મારી વિજ્ઞપ્તિ છે. તે પર નુક્તચીની પ્રકરણને અંતે કરવાનું રાખી આપને ગ્રંથકાર સાથે સાચા સુખને મર્મ સમજાવવા પ્રયત્ન કરું.
મનુષ્યની ઋદ્ધિ અને સંયોગે કેવાં છે?
क्षणविपरिणामधर्मा मानामृद्धिसमुदयाः सर्वे ।
सर्वे च शोकजनकाः संयोगा विप्रयोगान्ताः ॥१२१॥ અર્થ–મનુ(માણસા)ની સર્વે અદ્ધિઓ અંતે ક્ષય પામે એવા ધર્મવાળી છે અને જે આ સંગો છે તેને અંત (છે) વિયેગમાં આવનાર છે અને તેટલા માટે શોકજનકદિલગીરી કરનાર છે. (૧૧)
વિવેચન–માણસને મરણ સ્વભાવ છે, એ જરૂર મરવાને છે, એટલા માટે તેને સત્ય” કહેવામાં આવે છે.
બધું અક્કસ, અનિત્ય અને થોડા વખત માટે રહેનારું છે. એ દ્વારા આડકતરી રીતે પ્રથમ અનિત્યભાવના જણાવી. આ બાબતે આપણે એક પછી એક વિચારીએ..
અદ્ધિસમુદય-ઘર, ચાંદી કે સુવર્ણ અથવા સર્વ ધાતુ કે ફરનીચર, રોકડ એ સર્વ મળીને માણસની પૂંજી ગણાય છે. એનામાં બેવડી અનિત્યતા છે. એક તે ઉપર જણાવ્યું તેમ માણસ મરણ જરૂર પામવાને છે અને તે અહીં હોય તેટલા વખતમાં પણ સોનું, રૂપું, ફરનીચર, ઘર કે દુકાન, રેકડ અને પંજી અંતે ક્ષય પામવાની છે. એ સમૃદ્ધિ આ ભવમાં પણ એક સરખી રીતે ટકી રહેતી નથી. ઘણાં મનુષ્યને એક ભવમાં પણ ત્રણ ત્રણ કે સાત સાત ભવ કરતાં જોઈએ છીએ. એટલે એ પૂંજી હોય તે સર્વદા ટકી રહેવાની છે એમ ન કહી શકાય. પૂજીને ઊઠી જતાં વાર લાગતી નથી. આજને પૂજવાળે માણસ કાલે પરિસ્થિતિ ફરતાં ભિખારી થઈ જાય છે અને વળી પાછો તે ઊભે થાય છે. ઘર, દુકાન, માલ કે રોકડ પૂજી એ ક્ષય પરિણામવાળી છે અને તે આજે હેય અને કાલે ચાલી જાય તે નવાઈ નહીં. આવી ક્ષય પમાડનારી મૂડી ઉપર આધાર રાખી શકાય નહિ કે કાંઈ મદર બંધાય નહિ. એ તે કઈ પણ વખતે ખસી જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org