________________
•
, ૩૮
પ્રશમરતિ વિવેચન સહિત અને બીજી વાત એ છે કે પ્રાણી સુખના બેટા ખ્યાલમાં સુખને મેળવવા જ્યાં ત્યાં ખોટાં વલખાં મારે છે. એને પોતાને ખરા સ્થાયી સુખની ખબર નથી તેથી અજાણ્યો ભટક્યા કરે છે અને સુખ મેળવવા પ્રયાસ કરે છે. એ તેને સુખને ખ્યાલ કે ખાટી છે અને શમસુખમાં કે અનિર્વચનીય આનંદ છે એ તરફ ગ્રંથકારે ધ્યાન ખેંચ્યું છે. તેટલાં માટે સાચું સુખ કેને અને ક્યારે કહેવાય અને સુખનું વાસ્તવિક સ્વરૂપ શું છે, તે બતાવવા ગ્રંથકારે પ્રયત્ન કર્યો છે. તે ખૂબ વિચારણીય અને મનનીય છે. તે સુખને મેળવવાને આદર્શ રાખવા યોગ્ય છે. આ આદર્શ રાખવાનું કહેવાનું કારણ એ છે કે કેટલાક સંગો પ્રમાણે કદાચ સર્વસંગત્યાગ થઈ શકે તેવું ન હોય તે આદર્શ તે શુદ્ધ જ રાખો. શુદ્ધ પ્રયત્ન કરવા ગ્ય છે અને તે સુખ મેળવવાને આદર્શ હોય તે તે વસ્તુ પરિણામે અત્યારે ન મળે તે ભવિષ્યમાં કોઈ પણ વખતે મળે છે અને તે રીતે આદર્શ પ્રમાણે પ્રાપ્તિ થાય છે. એટલા માટે ભાવના તે પ્રશમસુખ મેળવવાની જ રાખવી. બની શકે તે આદર્શ પ્રમાણે પોતાને વ્યવહાર પણ કરવે. - સાંસારિક સુખને વિચાર કરીએ છીએ ત્યારે શું મળે છે? “પહેલું સુખ તે જાતે નર્યા' એટલે પિતે તંદુરસ્ત રહે અને શરીરે નીરોગી રહે તે તેને તેની સમજણ પ્રમાણે સર્વથી વધારે સુખ છે એમ કહેવામાં આવે છે. બીજું સુખ તે ઘેર દીકરા એટલે ઘરે છોકરાછોકરી હોય તે બીજા નંબરનું સુખ જણાવ્યું. ત્રીજું સુખ સુકુળની નાર’ – સારી બૈરી મળે, સારા કુળવાળી અને ઘરરખ્ખ પત્ની મને તેને ત્રીજા નંબરનું સુખ કહ્યું. “શું સુખ તે કેઠીએ જાર' એટલે ઘરમાં ધાન્યની – અનાજની સંપત્તિ હોય તેને શું સુખ ગણવામાં આવ્યું. આ ચારે પ્રકારનાં સુખમાં સુખ જેવું કાંઈ નથી. આવતા પ્રકરણમાં આપણે જોઈશું કે દીકરાદીકરીની પ્રાપ્તિને સુખ માનવું તેના જેવી એક પણું ભ્રમણ નથી. દીકરાદીકરી હોય તે ફેકી દેવાતાં નથી, પણ તેમાં સુખ જેવી કોઈ ચીજ નથી અને બાકીનાં સર્વ સુખો તે પૌગલિક છે અને એ સુખને અંતે દુઃખ થનાર છે, એટલે એ ખરા સુખની વ્યાખ્યામાં આવી પણ શકતા નથી.
કેટલાક વ્યવહારુ માણસ સુખના ત્રણ વિભાગ કરે છે. સાત્વિક, રાજસી અને તામસી. પણ આ ત્રણે સુખમાં પણ જેને તેઓ સાત્વિક કહે છે તે પણ વસ્તુતઃ પૌદ્ગલિક સુખના વિભાગમાં જાય છે. ચાલુ જે સુખની વ્યાખ્યા છે તે અનુસાર સર્વ પ્રકારનાં સુખ
ગલિક સુખની કક્ષામાં આવે છે અને ટૂંક વખતના અને માન્યતાનાં સુખ હોઈ, પ્રશમસુખની ઊંચાઈએ પહોંચતાં નથી. આ પ્રશમસુખ જે છેવટે મેક્ષસુખ સુધી લઈ જાય છે તે અનેરું છે અને તેનું અત્ર નિરૂપણ છે જે તમને બીજા કોઈ જૈનેતર લેખકની કલમ કે વિચારણામાંથી નહિ મળે. એક માણસ સુખની શોધમાં નીકળ્યું હતું, તે મહિને નાઓ સુધી ફર્યો પણ કોઈ પ્રાણીને એક જાતનું દુઃખ, કેઈને બીજા પ્રકારનું દુખ એણે જોયું. એક શેઠને ચાર દીકરા હતા અને હજારેની ફેરવણ હતી. તે તેના ઓટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org