________________
૩ર.
પ્રશમરતિ વિવેચન સહિત ક્ષણવિપરિણામધર્મા–એક ક્ષણવારમાં ઊલટા થઈ જવાના ધર્મવાળા સર્વ વિષે છે. આજને ધનવાન કાલે ગરીબ થઈ જાય છે અને આજને અંબાડીમાં બેસનાર કાલે જમીન પર રગદોળાય છે. આ પ્રમાણે વિષયે ક્ષણવારમાં ઊલટાઈ જાય છે, ફરી જાય છે, બદલાઈ જાય છે, આ તેઓને સ્વભાવ છે.
સંગ–અહીં સ્ત્રી, પુત્ર, માતાપિતાદિ, કરચાકરોને સંગ થયેલ હોય તેને છેડે અંતે વિયેગમાં આવે છે–કાં તે તે ચાલ્યા જાય છે કે મરી જાય છે. સંગોનો વિગ થવે અનિવાર્ય છે. આપણને ખાવાનો સુંદર સંગ મળે, સારું સારું મીઠું ભેજન મળે, અથવા સ્વાદિષ્ટ ચીજ મળે કે સરસ ફૂલેની સુગંધ મળે કે આંખને પ્રિય લાગે તેવા બંગલા બગીચા જોવા મળે કે કાને મધુર હાર્મોનિયમ, દિલરુબા કે વીણ સંભળાયએ સર્વ સંગ અંતે ચાલ્યા જાય છે. કાં તે આપણે ચાલ્યા જઈએ છીએ, કાં તે તે આપણને છોડી જાય છે. આ દુનિયાની આપણું મૂડી–પૂછ કે અદ્ધિ આપણને છોડી જ જાય છે અને સંગે ફરી જતાં વખત લાગતું નથી. જેને અત્યારે આપણે સંગ માનીએ છીએ તે ફરી જતાં અને તેને વિયેગ થતાં વખત લાગતું નથી. આજે સવારે જેને કૂદતાં, રખડતાં, ફરતાં અને મહાલતાં જોયા હોય તે સાંજે સ્મશાન ભેગા થાય છે અને આ રીતે આપણે સર્વે સંગે અતે નાશ પામી ઊલટા વિયેગ કરનારા છે. એ આપણને નહિ મૂકે તે આપણે તેમને મૂકીને જવાનું છે, અને એ રીતે વૃદ્ધિને ક્ષય અને સંગને વિયેગ ચક્કસ છે. તે અત્ર સ્થાયી પદાર્થો ક્યા? આ તે જેના પર આધાર રાખે તે જ આપણ નથી. તે પછી ટૂક વખતની જે વસ્તુઓ કે સગાંઓ હોય તે પર રાચી કેમ જઈએ ?
ઘણુંખરું તે સંયોગ થવામાં પણ બીજાની વિવશતા જરૂર હોય જ છે. આ પદુગલિક સંબંધ પર આપણે કેમ રાચી જઈએ અને રાચીએ તે આપણે વ્યવહારદક્ષ, સમજ કે ડહાપણવાળા કેમ ગણાઈએ ? આવી રીતે આપણી ત્રાદ્ધિ અંતે ક્ષયના પરિણામ વાળી છે અને આપણા સંગે વિયેગમાં પલટાઈ જવાના છે એવું સમજી એ અનિત્ય વસ્તુ પર રાચવું નહિ. ત્યારે તેના ઉપર રાચવું, તેના ઉપર માચવું, કેને વિશ્વાસ કરવો તે હવે બતાવે છે. (૧૨૧) એવી અનિત્ય વસ્તુમાં ન રાચવું–
भोगसुखैः किमनित्यर्भयबहुलैः कांक्षितैः परायत्तेः ? ।
नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ॥१२२॥ અથ–આવા ભેગસુખે જે હંમેશના નથી, જેને અંગે અનેક પ્રકારનાં ભય રહે છે અને જે પારકાના ઉપર આધાર રાખનારા છે તેમની ઈચ્છા કરવાથી શું? આત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org