________________
૨૯૪
પ્રશમરતિ વિવેચન સહિત સેળયું અધ્યયન ‘અવગ્રહપ્રતિમા અવગ્રહ–આ બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન અવગ્રહપ્રતિમા નામનું છે. તેમાં નીચેની મતલબની વાત આવે છે. અવગ્રહ એટલે હદ-મર્યાદા, તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી બને છે. પ્ર. જેકેબી આ અધ્યયનનું નામ “ગપડિમ' કહે છે, તે
પ્રાકૃત શબ્દ છે.
(૧) “હું શ્રમણ થઈશ. મારે ઘર કે મિલક્ત, દીકરા કે જનાવર નહિ હોય આ પ્રમાણે - પ્રતિજ્ઞા કરીને ગામમાં પ્રવેશ કરતાં જ તેણે માત્ર અન્યનું જ આપેલું લેવું. જે સાધુની
સાથે પિતે રહેતું હોય તેની છત્રી કે દાંડો ન લેવા તેઓની રજા લઈને જ લેવા અને તે સાફ કરીને જોઈને ઉપગપૂર્વક લેવા. રજા વિના પિતાના ઉપગમાં ન લઈ શકે.
(૨) મુસાફરખાનામાં કે મુસાફર માટે રાખેલ હોલમાં તે ઘરધણીની રજાથી રહી શકે. ઘરધણુને કહે કે તેની પિતાની રજા હશે ત્યાં સુધી તે જગ્યામાં પતે રહેશે અને પછી તે બીજે ગામ જશે. ' (૩) જે પિતાના (તે સાધકના) નિયમને અનુસરતું હોય તેવા સાધુને ત્યાં બોલાવી શકે અને પિતાના ખેરાકમાં તેને ભાગ પડાવવાનું કહી શકે.
(6) પગ રાખવાનું આસન, ખાટ કે બાંકડો પિતે ઘરધણી પાસેથી માગી લીધું હોય તે બીજા પિતાના ઘેરણને અનુસરતા સાધુને આપી શકે, પણ બીજા કોઈ માટે તે ચીજ માગેલ હોય તે ન અપાય.
(૫) મુસાફરને રહેવાની જગ્યામાં રહીને ઘરધણી પાસે તે સોય માગી શકે અથવા પાતરું માગી શકે કે કાનખેતરણી માગી શકે અથવા નેરણી માગી શકે. - (૬) તે ચીજ પાછી આપતી વખતે તેને જમીન પર મૂકવી પણ હાથે હાથ ઘરધણુને હાથમાં ન આપવી.
(૭) ભીની જમીન ઉપર કઈ ચીજ પડી હોય તે લેવી નહિ અથવા જમીન પર પડેલી કઈ ચીજ ન લેવી અથવા ભીંત પરથી પડેલી કઈ ચીજ ન લેવી અથવા ઝાડની ડાળી પરથી કોઈ ચીજ ન લેવી અથવા ઘરના બાળકે કે બૈરાં પાસેથી કઈ ચીજ ન લેવી. અને ઘરધણી બૈરી સાથે લડતે હોય તે તેને ઘેર ન જવું. ઘરધણી અને એની સ્ત્રી પરસ્પર તેલ કે માખણથી શરીરને માલિશ કરતા હોય તે તે ઘરમાં જવું નહિ.
(૮) ઘરમાં વારંવાર અંદર ન જવું કે બહાર નીકળવું નહિ અને ઘરના માણસને ત્રાસ ન આપો.
આંબાવાડિયામાં સાધુ જાય તે તેના ધણી કે રખેવાળની રજા લઈને દાખલ થાય. કેરી પર ઈંડા કે જીવાત હોય તે તે કેરી ઉપયોગમાં લેવી નહિ.
(૧૦) જે તે કેરી ઇંડા કે જીવાત વગરની હોય, પણ ટોચેલી ન હોય તે તે કેરી ન લેવી. તે અપવિત્ર છે, અસ્વીકાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org