________________
આચારે ,
(૪) પ્રથમ અધ્યયનમાં ચાર નિયમે કહ્યા છે. તે આને (પાત્રને) અંગે પણ જાળવવા. (૫) સાધકને માટે ખરીદેલ પાતરું લેવું નહિ.
(૬) કઈ મેંઘા મૂલ્યવાળું પતરું હોય તે તે ન સ્વીકારવું. લેઢાનું કે ચાંદીનું અથવા સેનાવાળું કે તાંબાનું બનાવેલું પાત્ર કે મેતીનું બનાવેલું પાત્ર કે છીપનું બનાવેલું પાત્ર અથવા હાથીદાંતનું કે કપડાંનું કે ચામડાનું પાત્ર સાધકે ન લેવું, ન સ્વીકારવું.
(૭) ઉપર જે ચીજોનાં નામ લખ્યાં છે તે જ ધાતુને પટ્ટો બનાવેલ પાત્ર ન સ્વીકારવું.
(૮) સાધક ઉપરની ત્રણ ચીજનું બનાવેલ પાત્ર માગે (તુંબડાનું, લાકડાનું કે માટીમાંથી બનાવેલ). ઘરધણ તેવું પાત્ર આપે તે તે સ્વીકારવું. તે પવિત્ર અને સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને પ્રથમ નિયમ છે.
(૯) ઘરધણી પાસે જે પાત્ર માગવાનું હોય તે ઘરધણી કે તેની ધણિયાણી પાસેથી જેવા માટે માંગવું. જોયા પછી તેની આપવા માટે માગણી કરવી. ઘરધણી જે તે માગણીને સ્વીકાર કરે તે તે પાતરું પવિત્ર છે અને સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને બીજે નિયમ થ.
(૧૦) સાધક જે પાતરા માટે માગણી કરે તે ઘણું લેકે એ કે એના પૂર્વના માલિકે વાપરેલ હોય તે તે પવિત્ર છે, સ્વીકાર્ય છે. આ પાત્ર સ્વીકારને ત્રીજે નિયમ થયે.
(૧૧) કઈ પણ શ્રમણ કે ભિક્ષુકને ન જોઈતું હોય અને જે આપતાં વધેલ હોય તેવું પાતરું પિતાને આપવા માટે સાધક માગણી કરે. આ પવિત્ર અને સ્વીકાર્ય પાત્ર છે. પાત્ર સ્વીકારને આ ચે નિયમ થ.
(૧૨) મહિના પછી પાત્ર આપી જવા ઘરધણી કહે છે તે અપવિત્ર અને અસ્વીકાર્ય છે.
(૧૩) અમુક પાત્ર તેલથી, ઘીથી કે સુગંધથી ઘસીને આપવામાં આવે તે તે પાત્ર અસ્વીકાર્યું અને અપવિત્ર છે.
(૧૪) પિતાને ખોરાક તેમાં તૈયાર કરીને પાતરું આપીશ એમ ઘરધણી કહે છે તે પાત્ર અપવિત્ર છે, અસ્વીકાર્ય છે.
(૧૫) પાત્રમાં કદાચ જીવાત હોય અથવા બીજક હોય અથવા ઘાસ હોય છે તેવું પાતરું ન લેવું એમ કેવળીએ કહ્યું છે
(૧૬) કેઈના ઘરમાં ભિક્ષા લેવા જતાં પહેલાં જરજીવાત તપાસી તે વગરનું પાત્ર કરવું અને તે પર ધૂળ હોય તે કાઢી નાંખવી, લૂછી નાખવી.
(૧૭) પાત્રની વાત સાફ કરવાનું કારણ જીવહિંસા પાળવાનું છે. સાધકે ઉપગપૂર્વક આ કામ કરવું.
(૧૮) ઘરધણી પાસે ભિક્ષા માગવા જવું ત્યારે પાતરા પિતાની સાથે લઈને જવું.
(૧૯) કદાચ વરસાદ આવે તે કપડાંની જતના કરવાનું કહ્યું છે તેમ પાતરાની પણ ઉપગપૂર્વક જતન કરવી.
આ છઠ્ઠી પાત્રૌષણું અધ્યયનના બે ઉદ્દેશક છે, એ બીજા શ્રુતસ્કંધમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org