________________
૨૮૮
પ્રશમરતિ વિવેચન સહિત કામ કરવાનું કારખાનું મળે, તે તેની સામે નજર ન કરવી, પણ આડા હાથ ધરીને રાખવા અને એક ગામથી બીજે ગામ ઉપગપૂર્વક જવું.
(૩૫) સાધકને માર્ગમાં ભીનાશવાળી જગ્યા મળે અથવા ચરવાની જગ્યા મળે કે ખાડી મળે અથવા ગઢ કરેલી જગ્યા મળે અથવા જંગલ મળે અથવા જંગલમાં કિલ્લાઓ દેખાય અથવા લાકડાં દેખાય, પર્વતે દેખાય, અથવા નદીમાં સરેવર અથવા કમળનાં સરોવર મળે તે તેણે તે જેવા નહિ, પણ હાથ તેની સામે ધરીને હાથને જેવા અને ઉપગપૂર્વક માર્ગે ચાલવું.
(૩૬) હરણ, જનાવર, પક્ષી, સર્પ પાણીમાં રહેતા હોય અથવા હવામાં રહેતાં હોય તે ઈજા પામે, તેમને બીક લાગે તે બખોલમાં સંતાઈ જાય અથવા કોઈ બીજી જગ્યાને આશ્રય લે. તેટલા માટે સાધકે તે ચીજ સામે ન જેવું. અને હાથ આડો ધરે.
(૩૭) ગુરુ કે આચાર્યને હાથ ઝાલીને રસ્તે ન ચાલવું.
(૩૮) રસ્તે ગુરુ સાથે જતાં બીજા મુસાફર મળે અને તેઓ સવાલ પૂછે કે તમે કયાંથી આવે છે? અથવા તમે કેણ છે? અથવા તમે કયાં જાઓ છો? ત્યારે ગુરુ એને જવાબ આપે. પણ ગુરુ તેવા મુસાફર સાથે વાત કરતા હોય ત્યારે તેમની વાતમાં ભળવું નહિ.
(૩૯) રસ્તે મુસાફરો મળે અને પૂછે કે તમને રસ્તે ફલાણે માણસ મળે? તે તે માણસ હોય અથવા ગાય હેય કે ભેંસ હોય અથવા જનાવર કે પક્ષી હોય કે સર્પ કે જળચર પ્રાણી હોય, પણ સાધકે તેને જવાબ ન આપે અને તે પ્રાણીને બતાવવું નહિ અને જાણતા છતાં નથી જાણતા એમ પણ ન કહેવું અને ઉપગપૂર્વક એક ગામથી બીજે ગામ જવું.
(૪૦) પાણીની વનસ્પતિ, મૂળિયાં, છાલ કે પાંદડાં અથવા ફૂલ કે ફળને માટે એ રીતે કોઈ જવાબ ન દે.
(૪૧) અને ગાડાં, અનાજનાં ગાડાં કે ગાડી માટે પણ કાંઈ જવાબ ન આપે.
(૪૨) અને ગામ કેવડું મોટું છે તેને પણ જવાબ ન આપ અથવા ગામ કેટલું દૂર છે તેને પણ જવાબ ન આપો . - (૩) તેફાની ગાય વિહાર દરમ્યાન સામેથી આવતી હોય તે તેનાથી ગભરાવું નહિ, બીજે રસ્તે ગભરાટને લઈને લે નહિ કે ઝાડ પર ચઢી જવું નહિ પણ ઉપગ રાખી આગળ વધવું,
(૪૪) રસ્તે જંગલમાં એર હોય તેની બીકે આડે રસ્તે ન જવું.
(૪૫) ચેર કપડાં કે બીજી કોઈ ચીજ માગે છે તે આપવી નહિ અથવા નીચે મૂકવી નહિ અથવા એની પાસે દયાની વિજ્ઞપ્તિ કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org