________________
આચાર
ર૭૯ (૫૩) શ્રમણ મહાવીર ગામમાં કે શહેરમાં જઈ પરને માટે તૈયાર થયેલો આહાર મેળવતા અને વિશુદ્ધ ભિક્ષા મેળવીને નીરાગવૃત્તિથી તેને ઉપયોગ કરતા. - (૫૫) તે ભિક્ષાર્થે જતાં રસ્તામાં ભૂખ્યા કાગડા કે પારેવાં વગેરે પક્ષીઓ ચણતાં હોય કે બીજા પ્રાણુઓ કાંઈ ખાતાંપીતાં હોય તે તેમનાં તે કાર્યમાં ભંગ ન પડે તે રીતે ધીમે ધીમે ચાલતા. | (૫૫) એ શ્રમણ મહાવીર જે કઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાળ, બિલાડી કે કૂતરાને આગળ કે પાછળ આવેલા જેતા અથવા તેમને આહાર મેળવતાં દેખતા તે તેમની તે ક્રિયામાં લેશમાત્ર પણ વિક્ષેપ ન પડાવતા.
(૫૬) નાના મોટા કોઈ પણ જીવને પિતાના નિમિત્તે લેશમાત્ર પણ દુઃખ ઉત્પન ન થાય એવી કાળજી રાખતા.
(૫૭) શિક્ષાને આહાર ભિંજાયેલે હેય, શુષ્ક હોય, ઠંડે હોય, બહુ દિવસના અડદને હોય કે નીરસ ધાન્યને હોય તે તેને પણ શ્રમણ મહાવીર સમભાવે આરોગતા,
(૫૮) એ દીર્ઘ તપસ્વી અને મહાગી કષાયરહિત અને આસક્તિરહિત બનતા જતા હોવાથી તેઓ હંમેશા મોક્ષમાર્ગાભિમુખ રહેતા.
(૫૯) છવાસ્થ અવસ્થામાં પણ કર્મ દૂર કરવા માટે તેમણે પ્રબળ પુરુષાર્થ દાખવ્યું હિતે. તેઓ કોઈ વખતે પણ પ્રમાદની જાળમાં સપડાયા ન હતા.
(૬૦) સાધનાને આ કમિક વિધિ તે ભગવાને કોઈપણ પ્રકારની ઐહિક કે પાર લૌકિક લાલસા રાખ્યા વગર નિઃસ્પૃહ ભાવે જે રીતે આચર્યો હતે તે લક્ષમાં રાખી બીજા સાધકો પણ તે માગે વિચરે અને વતે.
આ “ઉપધાનશ્રુત’ નામના નવમા અધ્યયનનાં ચાર ઉદ્દેશક છે. અહીં આચારાંગને પ્રથમ શ્રુતસ્કંધ પૂરો થાય છે. અહીંથી બીજે “અગ્રક્રુત” નામને શ્રુતસ્કંધ શરૂ થાય છે. (૧૧૫) આચારાંગસૂત્રની વધારે માહિતી (ચાલુ)
विधिना भक्ष्यग्रहण स्त्रीपशुपण्डकविवर्जिता शय्या ।
ડુંમારમારનૈષMાવહા સુદ્ધાઃ હા. અથ–વિધિપૂર્વક ભિક્ષાનું ગ્રહણ કરવું, સ્ત્રી, જનાવર અને પંડક વગરની શય્યા, વિહારની શુદ્ધિ, ભાષાની શુદ્ધિ, વસ્ત્રની શુદ્ધિ, પાત્રની શુદ્ધિ અને અવગ્રહની શુદ્ધિ હોવી જોઈએ. (એ સર્વ વાત આચારાંગસૂત્રમાં છે. (૧૧૬)
વિવરણ—હવે આ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં નીચે પ્રમાણે હકીકત આવે છે. અહીંથી પહેલી ચૂલા અથવા ચૂલિકા શરૂ થાય છે. તેને ભાવ શું છે તે તેના સાતમા અધ્યયનને અંતે જણાશે. ત્યાં સુધી આ પ્રથમ ચૂલિકા ચાલશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org