________________
૨૭૮
પ્રશમરતિ વિવેચન સહિત . (૪૧) ઘણી વખતે એ શ્રમણવરને આ લાદેશમાં વસતા અનાર્ય લેકો લાકડીથી, મૂહથી, ભાલાની અણીથી, પથ્થરથી કે હાડકાના ખપ્પરથી મારતા હતા. શ્રમણ તે સર્વ ખમી લેતા.
(૪૨) કોઈ વખત ત્યાં વસતા અનાર્યો એ મહામણને પકડીને તેમના દેહમાંથી માંસ પણ કાપી લેતા, અથવા તેમના પર ધૂળ વરસાવતા, અથવા કોઈ વાર તેમને ઊંચેથી નીચે પટકી પાડતા. ધ્યાનસ્થ આસને બેઠેલા શ્રમણને ચલિત કરવાનું કરતા પરંતુ દેહમમત્વને દૂર રાખી તથા વાસનારહિત બની ભગવાને એ સમભાવે સહન કર્યું. - (૪૩) બખ્તરથી સજજ થયેલે વીર સુભટ યુદ્ધને મોખરે ચઢી ભાલાથી ભેદાવા છતાં ડરતે નથી, તેમ પ્રબળ સત્ત્વવાળા ભગવાન જરા પણ ચંચળ ન થયા, પણ તે સર્વ ઉપસર્ગો સામે અડોલ અને અચળ રહ્યા.
(૪૪) આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે જે માર્ગનું પાલન કર્યું છે તે માર્ગને અન્ય સાધકો પણ અનુસરે.
(૪૫) ચેથા ઉદ્દેશકમાં “વરપ્રભુની તપશ્ચર્યા વર્ણવી છે. તેમણે એક છ માસી કર્યા, પાંચ દિવસ ઊણા છ માસી એક કર્યા, નવ ચૌમાસી કર્યા, બે ત્રણમાસી કર્યા, બે અઢી માસી કર્યા, છ બેમાસી કર્યા, બે દેઢમાસી કર્યા, બાર માસક્ષમણ, છેતર પક્ષક્ષમણ, એક દશ દિવસની સર્વભદ્ર પ્રતિમા, એક ચાર દિવસની મહાભદ્રપ્રતિમા, બાર અટ્ટમ, બસે ઓગણત્રીસ છઠ્ઠ, એક એક દિવસ અને કુલ પારણું ૩૪૯. એ પ્રમાણે તપ ક્યના દિવસો ૪૫૧૫ અથવા વર્ષ ૧૨ માસ ૬ અને દિવસ ૧૫.
(૪૬) મહાવીર ભગવાન રેગથી અસ્પૃશ્ય અને નીરોગી હોવા છતાં અલ્પજન કરતા. કેઈ અકસ્માતથી વ્યાધિ આવી પડે તે તેઓ કદીયે તેને પ્રતિકાર કરવાનું ઇરછતા નહિ.
(૪૭) તે તપસ્વી પ્રતિકારવૃત્તિથી પર હોઈ તેમને રેગેના ઇલાજરૂપે જુલાબ, વમન તથા તેલમર્દન કે શુશ્રષા માટે સ્નાન, પગચંપી કે દાતણની આવશ્યક્તા રહેતી નહિ.
(૪૮) તે શ્રમણ ઇંદ્રિયના ધર્મોથી વિરકત રહેતા અને અ૫ભાષી બની વિહરતા હતા. (૪૯) તેઓ શિયાળા તથા ગરમ ઋતુમાં ઊક આસને બેસી ધ્યાન ધરતા હતા.
(૫૦) એ તપસ્વી મહાવીર જ્યારે ક્ષુધા લાગે કે જ્યારે તપસ્યાનું પારણું હોય ત્યારે, માત્ર શરીરના નિર્વાહ અથે ભિક્ષાથે જતા અને ઘણીવાર લૂખા ભાત, બેરકૂટ અને અડદને આહાર મેળવી એનાથી જ નિર્વાહ કરી લેતા.
(૫૧). તેઓ બબ્બે, ત્રણત્રણ, ચારચાર ઉપવાસને પારણે પણ જે અન્નપાણી લેતા તે તદ્દન નિરાસક્ત ભાવે શરીરસમાધિ ટકાવવા લેતા.
(પર) દેહાદિ સંગ તથા કર્મનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી મહાવીર પિતે પાપકર્મ કરતા નહિ, અન્ય પાસે કરાવતા નહિ અને કરનારને અનમેદન આપતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org