________________
فيفاء
આચારે
(૨૮) તેમના પંથમાં અનેક કાંટાઓ વેરાતા હતા. આવાં આવાં મનુષ્ય, દેવ અને પશુકૃત અનુકૂળ તથા પ્રતિકૂળ બન્ને પ્રકારનાં ભયંકર સંકટો તેમણે સહન કર્યા. .
(૨૯) એ આદશ તપસ્વી આવા પ્રસંગોએ પણ હર્ષ અને શેક બનેથી પર રહ્યા. (૩૦) મહાશ્રમણે તે કાળે વાણીને પણ વ્યય કર્યો ન હતે.
(૩૧) નિજન સ્થળમાં એ રોગીને એકાકી જોઈને રાત્રે કે દિવસે ચેર અથવા જાર લેકે આવીને એમને પૂછતાં કે “તું કેણ છે? અને અહીં કેમ ઊભે છે?” તે વખતે તે મુનિ ધ્યાનમગ્ન હોઈ ઉત્તર આપતા ન હતા, ત્યારે તેમને ખૂબ મારતા. પણ દેહભાનથી પર થયેલા તે યુક્ત ગી સમાધિમાં તલ્લીન રહેતા.
(૩૨) ઠંડી સહન કરવી ઘણી મુશ્કેલ હોય અને બીજાએ લાકડાં સળગાવી બાળતાં ત્યારે વિરપ્રભુ નિરીહ બની ખુલા સ્થાનમાં રહીને ઠંડી સહન કરતા. આ રીતે યોગી હેવા છતાં શ્રમણ મહાવીરે દેહાધ્યાસની લેશ પણ અસર ન થાય તે સારુ વધુ ને વધુ જાગૃત રહી જે વિધિનું પાલન કર્યું છે તે અનુકરણીય છે. .
(૩૩) ત્રીજે ઉદ્દેશક શ્રમણની સહિષ્ણુતાને છે. તેમાં જણાવે છે કે મહાનિગ્રંથ મહાવીર કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડખે સમભાવપૂર્વક સહન કરતા હતા.
(૩૪) લાઢ દેશની વાભૂમિ અને શુભ્રભૂમિમાં તેઓ વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાનાં સ્થાને પણ હલકાં મળતાં..
(૩૫) લાદેશમાં અનાર્ય કે વીરશ્રમણને મારવા અને બટકા ભરવા દેડતા અથવા કૂતરાને તેમના તરફ દેડાવી મૂકતા. આ સર્વ કષ્ટો તેમણે સમભાવે સહી લીધા.
(૩૬) આવા અનાર્ય લેકેની વસ્તીમાં તે ભગવાન માત્ર એકબે વાર જ નહિ, પરંતુ ઘણીવાર વિચરતા.
(૩૭) વજભૂમિમાં વસતા લોકોને પિતાની સારું પણ લૂખું અને તામસી ભજન માંડમાંડ મળતું.
(૩૮) કૂતરા દેડતા અથવા લેકે છૂ છૂ કરીને દેડાવતા. તેને અટકાવવા બૌદ્ધ સંન્યાસીઓ તે નાળવાળી લાકડી રાખતા, પણ પ્રભુએ અનેક પ્રકારનાં સંકટો અને અનાર્ય લેકનાં કડવાં વચનેને સમભાવે તથા પ્રસન્નચિત્ત અને વગર લાકડીએ સહન કર્યા.
(૩૯) સંગ્રામને મોખરે ચઢેલે બળવાન હાથી પરાક્રમ પૂર્વક જય મેળવે છે તેમ સાધુપુંગવ મહાવીર પણ આંતરિક સંગ્રામમાં જીતી પાર ઊતર્યા હતા.
(૪૦) કઈ વખત એ લાદ્રપ્રદેશનાં જંગલોમાં ચાલતાં ચાલતાં સાંજ થઈ જતી તે ઘણુ વાર એ શ્રમણવીરને રહેવાનું ગ્રામ પણ ન મળતું અને કઈ વૃક્ષ નીચે તેમને રહે વાનું થતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org