SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત (૫૨) ગીતાર્થ મુનિસાધક શાસ્ત્રો દ્વારા સંયમ અને ધ્યાનના રહસ્યને જાણીને ઇગિતમરણ નામનું અણુસણ આચરે છે. એ ભક્તપરિજ્ઞાની અપેક્ષાએ ઘણી રીતે કઠિન છે. (૫૩) સમર્થ સાધકે આ ઇગિતમરણ અણસણ માટે જાણી જોઈને છૂટ ન લેવી, એક આસને અડગ થઈને રહેવું. (૫૪) પિતાની કોઈ પણ ઈદ્રિયે વિષયે તરફ ઘસડાઈ ન જાય તે માટે પૂરતું સંયમ રાખે. . (૫૫) પાદપપગમન અણસણ જે સાધુ સ્વીકારે છે એનું શરીર અકડાય કે પ્રાણઓથી પીડાય તે પણ એને પિતાના સ્થાનથી લેશમાત્ર ડગવાનું હોતું નથી. આ રીતે પાદપિગમન અણસણુને વિધિ અતિ દઢ અને કડક હોય છે. (૫૬) પાદપપગમન અણુસણમાં બધા પરીષહ અને ઉપસર્ગો ખમવા. (૫૭) રાજાદિ અથવા શ્રીમંત કામગ સંબંધી અનેક પ્રકારનાં પ્રભુને બતાવી શ્રમણ સાધકનું મન ભાવે, તે પ્રસંગે શમણસાધક વિષયે તરફ વૃત્તિને ઢળવા ન દે. તે નિજાનંદ સ્વરૂપની આકાંક્ષા રાખી આત્મદશામાં લયલીન રહે. (૫૮) કેઈ દેવતા આવીને વિવિધ પ્રકારની માયાજાળ બતાવે તે ત્યાં પણ ઉપરની શ્રદ્ધામાં તે સ્થિર રહે (૫૯) સાધનામાં આગળ ધપતે સાધક સર્વ વિષયોમાં અનાસક્ત થઈ, આયુષ્યકાળને જાણકાર બની, મૃત્યુ સમયે ઉપરના ત્રણ પૈકી કઈ એક અણુસણને ગ્યતા અનુસાર આદરે. આ આઠમા વિક્ષ અધ્યયનને આઠ ઉદ્દેશક છે. નવમું અધ્યયન “ઉપધાનશ્રત પેાષિતાં ત્યાગ –સ્ત્રીઓને ત્યાગ. નવમાં ઉપધાન અધ્યયનમાં તેને જણાવશે. નીચેની હકીકત પરથી તે અધ્યયનમાં શું રહસ્ય આવે છે તે જણાશે. નવમા ઉપધાન અધ્યયનની સંક્ષિપ્ત વાર્તા નીચે પ્રમાણે તારવેલ છે. જૈનમાં “ઉપધાન” શબ્દને અર્થ તપશ્ચર્યા થાય છે. “સામીપ્ય ધારણ કરવું તે” એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. આત્માની આત્માભિમુખતા તે અર્થમાં એ શબ્દ વપરાયેલ છે. તે અધ્યયનની વાત નીચે પ્રમાણે છે. મહાવીરચરિત્ર એમાં વર્ણવેલું છે. પ્રથમ અધ્યયન મહાવીર સ્વામીના પાદવિહારનું છે. ' (૧) માગશર સુદ દશમને દિને કુટુંબસંબંધ, રાજપાટ, અલંકારે, ભેગાદિ વિપુલ સામગ્રી તથા સમૃદ્ધિને છેડીને પોતાના દિવ્ય જીવન દ્વારા ગૃહસ્થાશ્રમની વાસ્તવિકતા અને કર્તવ્યપ્રણાલિકાને વિશ્વને આદર્શ આપી તેમણે પાદવિહાર કર્યો. મેહભાવને લઈને દુઃખમય હોવાનો સંભવ હોઈ તેઓએ તે સ્થાન શીધ્ર છોડયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy