SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ ૨૭૫ (૨) દીક્ષા લેતી વખતે શ્રી મહાવીરને એક દેવદૃષ્ય વસ્ત્ર મળ્યું હતું. તેના ઉપર પણ તેમણે રાગ ન કર્યાં, તેમ તેને તરછોડ્યું પણ નહિ. (૩) સુવાસિત વસ્ત્રની દિવ્ય વાસથી આકર્ષાઇને અધિક માસ સહિત ચાતુર્માસ જેટલા લાંબા સમય સુધી ભ્રમર વગેરે જ તુએ તેમના શરીર પર બેસતાં હતાં અને હેરાન કરતાં હતાં છતાં સમભાવપૂર્વક યેગી અડોલ રહેતા. (૪) પૂતિ વ્યિ વસ્ત્ર લગભગ તેર માસ સુધી છેડયું ન હતું. પછી તે એ યાગી વજ્રને ત્યાગી વસ્ત્રરહિત થયા. (૫) મિશ્ર વસ્તીમાં આવવાજવાના પ્રસંગ થતા. અનેક સ્ત્રીએ તે વખતે તેમને ભિન્ન ભિન્ન પ્રકારે વીનવવા તેમની પાસે જતી, પણ તેવે પ્રસંગે પણ તેઓ આત્મગુહામાં પ્રવેશીને ધ્યાનમાં મગ્ન જ રહેતા. (૬) શ્રમણુ મહાવીર ગૃહસ્થ સાથેના અતિસંસગ છોડીને પ્રાયઃ ધ્યાનમગ્ન રહેતા. ગૃહસ્થા તેમને પૂછતાં તે તેઓ કશાયે ઉત્તર ન આપતાં મૌન ગ્રહણ કરી પેાતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા. (૭) કોઇ પ્રશંસે કે કોઈ નિર્દે, કઈ વન્દે કે કોઇ ન વંદે, અને કોઈ દ...ડાકિથી તેમને મારે, વાળ ખેંચે કે દુઃખ આપે તેની તે શ્રમણના મન પર કશી અસર ન થતી. (૮) શ્રી મહાવીર એ વર્ષોંથી ઠંડુ પાણી ત્યાગી પેાતાને પીવા તથા વાપરવામાં અચિત્ત જળના જ ઉપયાગ કરતા. (૯) જળ, અગ્નિ, વાયુ, શેવાળ, ખીજ, લીલેાતરી તેમ જ ત્રસકાય ઇત્યાદિ સર્વમાં આત્મા છે એમ જાણીને તેઓ જરાયે ના દુભાય તેવા ઉપયોગ રાખી વિચરતા, આરભથી દૂર રહેતા. (૧૦) સ્થાવર જીવે। ત્રસરૂપે અને ત્રસ જીવા સ્થાવરરૂપે પેાતાના કર્માનુસાર ઉત્પન્ન થઈ શકે છે એમ ભગવાને જ્ઞાનથી અનુભવ્યું હતું. (૧૧) સત્ય પામ્યા પછી એ ભગવાને સ્પષ્ટ રીતે જાણ્યું કે ઉપાધિ એ જ આ સંસારમાં બંધન છે, અને એ મમત્વથી જ આ બિચારા સંસારના સર્વ અજ્ઞાની જીવે દુઃખ વેઠ્ઠી રહ્યા છે. આટલું જાણીને તેઓ મૂળ હેતુભૂત પાપકર્મના ત્યાગ કરતા હતા અને તે જગતને આદશ પૂરા પાડતા હતા. (૧૨) ભગવાન સ્વયં શુદ્ધ અહિંસાને અનુસર્યા અને અન્ય સુયેાગ્ય સાધકોને અધઃપતનથી અટકાવવામાં સમથ થયા. સ્ત્રીસંસગ અને એના પરિણામને જોઈ લીધા પછી એમ કહ્યું કે અબ્રહ્મચર્ય પણ સવ કર્માનું મૂળ છે. તેઓ પદાથ માહુ અને સ્ત્રીમાડુથી દૂર રહ્યા. (૧૩) ઉત્તરગુણમાં ભગવાને આધાકર્માદિ દૂષિત આહારસેવનથી કર્મ બંધન થાય છે એ જોયું, એટલે તે કર્મ બંધનના કારણને પણ ત્યાગ કરીને શુદ્ધ સાત્ત્વિક અને પરિમિત આહાર ફરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy