SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર ૨૭૩ (૩૮) આ વિનશ્વર દેહમાં મહમુગ્ધ ન થતાં, જીવનના અંત પર્યંત દેઢ વિશ્વાસુ ખની ભયકર પરીષહુ કે ઉપસર્ગામાં પણ સમતા રાખી શકાય છે. (૩૯) પાદપાપગમન મરણુનું શરણુ કૈક નિર્માહી પુરુષોએ લીધું છે. તે હિતકર્તા, સુખકર્તા, સુર્યાગ્ય અને કક્ષયના હેતુરૂપ છે. (૪૦) સાઁયમી, ધીર અને જ્ઞાની મુનિસાધક મૃત્યુસમય પ્રાપ્ત થયે ત્રણ પૈકી એક મરણને આદરીને અંતિમ સમાધિનું યથાર્થ પાલન કરે છે. (૪૧) પ્રત્યેક સાધક કષાયેાને મંદ કરવા માટે આહારને ઘટાડે છે. દૃષ્ટિએ તપશ્ચર્યા હાવી ઘટે. (૪૨) જો આહારના ત્યાગથી પ્રકૃતિ પરના કાબૂ ચાલ્યા જતા હોય તે સમાધિ-શાંતિ જાળવવા માટે સાધક જરૂર આહાર લઇ શકે છે. અને એ જ (૪૩) એ છૂટ લીધા પછી પોતાનું લક્ષ્ય ચૂકાઈ જવું ન જોઈએ. સાધક અનુક્રમે સયમ, ત્યાગ અને તપની ત્રિપુટીને કેળવીને કષાયેા શમાવી આગળ ધપે અને શિથિલ ન બનતાં મૃત્યુકાળે મૃત્યુને સુખથી ભેટ. (૪૪) જીવન અને મરણ પૈકી કોઈપણ દશા પર કોઈપણ સાધક આસક્ત ન જ થાય. (૪૫) મરણુ અમુક સ્થળે થાય તે જ સમાધિમરણ થાય એવું એને કશુંય ક્ષેત્ર- બંધન નથી. માત્ર ગામમાં કે અરણ્યમાં, તે જીવજં તુઓથી વ્યાપ્ત સ્થાન ન હેાય અને શુદ્ધ હાય એટલું જ જાળવવું જોઈએ. (૪૬) સાધક શય્યા પર આહાર ત્યાગ કરી જે કાંઈ પરીષહુ કે ઉપસગ થાય તે સમભાવપૂવ ક સહે. (૪૭) અણુસણુ સમયે આકસ્મિક રીતે કોઈ રોગ ઉત્પન્ન થઈ જાય તો તે સ્થિતિમાં સાધક તે રોગ નિવારવાના શુદ્ધ ઉપાયેા કરી શકે, પર`તુ એ ઉપાયે કર્યા પછી જ્યારે સમાધિ પ્રાપ્ત થાય ત્યારે તુરત જ એમણે પૂર્વ પ્રયોગ ચાલુ રાખવા ઘટે. (૪૮) અણુસણુને આચરતો સાધક જે કાંઈ પરીષહ કે ઉપસર્ગ ઉત્પન્ન થાય તે બધાંને સમભાવપૂર્ણાંક સહે. અને કોઈ મનુષ્યા અનેક પ્રકારનાં કષ્ટ આપે તૈય મનથી પણ લુષિત ન થાય. (૪૯) કીડીઓ, કીડાઓ, મચ્છર, ગીધ વગેરે પક્ષીઓ, માંસભક્ષી કે લેાહી પીનારા ઇતર પ્રાણીઓ, સર્પ કે સિડુ વગેરે જીવા કંઇ પણ ઉપદ્રવ કરે તે મુનિ તે પ્રસંગે કશે! પણ હાથથી કે રજોડુરાદિ સાધનથી તેને પ્રતિકાર કરે નહિ (૫૦) વિશિષ્ટ સાધક ચિંતવે છે કે ખિચારા પશુ મારું શરીર ખાય છે, પશુ મારા આત્માને ખાવાની તેમનામાં તાકાત નથી. (૫૧) બાહ્ય અસરથી પેાતાનું નિયત કરેલું સ્થળ ઇંડી ખીજે સ્થળે ન જાય, પ્ર. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy