________________
૨૪૮
પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રમાં જે વિધિ કહ્યો છે તે અનુસાર કર. વિધિએ કરવા કરતાં ન કરવું સારું એમ જે કોઈ કહે છે તે પણ ગ્ય નથી. વિધિ અનુસાર કરવાની જરૂર છે, કારણ કે વિધિ વગર અથવા અવિધિએ કરવાથી કોઈ પ્રકારને લાભ થતું નથી. લાભ લેવા માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવવામાં આવ્યું છે તે અનુસાર પઠન પાઠન અને જ્ઞાન કરવું અને જે એ વિધિને અનુસરે તે જ ગ્યા છે અને મનમાં આવે તેમ અને ત્યારે તેને અભ્યાસ કરે અને શાસ્ત્રવિધિને પડતી મૂકી દે કે તેને અનુસરે નહિ તે અગ્ય છે. એટલા માટે અહીં વિધિવત્ શબ્દ મૂકે છે. - સાધ્વાચાર–ઉપર જે પાંચ અનુયોગ બતાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે સાધુના આચાર છે, અને શ્રાવક અથવા માર્ગાનુસારીએ એ નજરમાં રાખવા યોગ્ય છે. એ નજરમાં હોય અને તેવા થવાની અને તેને અનુસરવાની ઈચ્છા હોય, ભાવના હોય તે કોઈ કાળે એવા થવાય છે. આદર્શનું પણ મૂલ્ય છે. મુખ્યત્વે કરીને આના અધિકારી સાધુઓ છે એ સમજી લેવું. અને શ્રાવકને પણ એ સર્વવિરતિ ગુણ આદરવાની ઈચ્છા છે એટલા માટે એણે એ આચાર બરાબર જાણી લેવા જોઈએ, અને એમાં જે પ્રકારને વિધિવત્ આચાર બતાવવામાં આવ્યું છે તેને યેગ્ય થવાને આદર્શ તે શ્રાવક માર્ગાનુસારી કે મિથ્યાત્વ ગુણસ્થાનકે સ્થિત હોય તેણે પણ રાખવો યેય છે. આદર્શ વગર પ્રાપ્તિ થતી નથી. એટલે, આદર્શ વગરનાને તે સ્થાન નથી. આને વિશેષ ખુલાસે આવતા અનુગમ્ય શબ્દથી થાય છે. .
- અનુગામ્ય–પાછળ જઈને અથવા જાણીને. આચાર સારી રીતે જાણ. કઈ પ્રતમાં સમષિાચ એ આ સ્થાને પાઠ છે, તેને અર્થ પણ તે જ છે. શ્રાવકે સાધ્વાચારની પાછળ ચાલ્યા આવે છે, તેને અનુસરવાની કે જાણી લેવાની જરૂર છે એમ અત્ર ભલામણ કરી. આ પાંચે આચાર આચારાંગ નામના પ્રથમ અંગમાં પ્રભુ શ્રી મહાવીરે જણાવ્યા પ્રમાણે સુધર્મા ગણધર પાંચમાએ ગૂંચ્યા છે, રચના કરી છે અને તેના પર શીલાંકાચા ટીકા રચી છે. એને આગોદય સમિતિએ મુદ્રણ કરી છપાવીને બહાર પાડેલ છે. એને તરજુમે આંગ્લ ભાષામાં ડે. હરમન જેકેબીએ કરીને સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટમાં છે. ૨૨ તરીકે છપાવ્યો છે, અને ગુજરાતી ભાષામાં તેનાં ભાષાંતરે થયાં છે. આપણે એ આચારાંગસૂત્રની વધારે વિગત હવે પછી આ જ ગ્રંથમાં જાણશું. શ્રી આચારાંગ. સૂત્રમાં શી હકીકત છે તે આવતી ગાથામાં અને તે પછીની ગાથામાં ગ્રંથકર્તા પિતે જ કહેશે, અને તે પર યોગ્ય સ્થાને વિવેચન થશે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં શે વિષય છે?
षड्जीवकाययतना लौकिकसन्तानगौरवत्यागः । शीतोष्णादिपरीषहविजयः सम्यक्त्वमविकम्प्यम् ॥११४॥
-
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org