________________
આચાર
અર્થ–પૃથ્વીકાય વગેરે છકાયની રક્ષા, ગૃડસ્થ માણસને થતા ગારવને ત્યાગ, શીતઉષ્ણ વગેરે પરીષહ થાય તેના ઉપર વિજય મેળવવો, તે સહેવા અને સમ્યકત્વને જરા પણ વિચળ થયા વગર પાળવું. (૧૧૪) - વિવરણ–આચારાંગસૂત્રની હકીક્ત શી છે તે અહીં સંક્ષેપમાં બતાવે છે. આચારાંગના મળી શકતા અને વિચ્છેદ નહિ ગયેલા અધ્યયનેના નામે અને તે પ્રત્યેકમાં શી હકીકત છે તે જાતે તપાસીને અત્રે જણાવવું પ્રસ્તુત છે.
આચારાંગના બે શ્રુતસ્કંધ (પ્રકરણ) છે. પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયનમાં અને અધ્યયને ઉદ્દેશકોમાં વિભક્ત છે. બીજા શ્રુતસ્કંધમાં ચૂલિકાઓ છે. કોઈ કોઈ વાર પ્રકરણ નાના મોટા થાય છે. આપણે તે નીચે જોશું. પ્રથમ શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન વિચ્છેદ ગયું છે, એ ક્યારે ગયું તે હાલ યાદ નથી. બીજા શ્રુતસ્કંધના પેટા પ્રકરણને ચુલિકા કહે છે અને ચૂલિકાના પણ પિટાભાગ પાડવામાં આવ્યા છે. પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનું નામ “શસ્ત્રપરિજ્ઞા” એટલે “સાધનનું જ્ઞાન છે. એના સાત ઉદ્દેશ છે. તેમાં અને આખા આચારાંગમ શી હકીકત આવે છે તે નીચે સંક્ષેપમાં જણાવ્યું છે. આ ગાથામાં પ્રથમના ત્રણ અધ્યયનેની હકીકતને સંક્ષેપ છે જે નીચે પ્રમાણે છે.
પહેલું અધ્યયન “શસ્ત્રપરિજ્ઞા પછવકાયયતના–“શસ્ત્રપરિજ્ઞા'ના સાત ઉદ્દેશો છે, તેમાં ષડૂછવકાયયતના વિશે નીચે પ્રમાણેની હકીકતને સમાવેશ થાય છે... . (૧) પ્રાણી ઉત્તર કે દક્ષિણ દિશાએથી કે પૂર્વ અથવા પશ્ચિમ દિશાએથી કે ઉપરથી અથવા નીચેથી અને દિશાના વચગાળેના આંતરાથી એટલે અત્યારના ભૂગોળના શબ્દ પ્રમાણે વિદિશા અથવા ખૂણેથી ક્યાંથી આવ્યું છે અને ક્યાં જવાનું છે તે સામાન્ય રીતે જાણ નથી.
(૨) આ નહિ જણાતી હકીકત કાં તે તેણે પિતાના જ્ઞાનથી અથવા તીર્થકરના કહેવાથી જાણી લેવી જોઈએ.
(૩) જે આત્માને જાણે છે તે આ દુનિયાને ઓળખે છે, અને ફળ મળે છે તે પણ જાણે છે, અને કામકાજ કરવાનું અને પિતાની શક્તિ ફેરવવાનું જાણે છે.
(૪) હકીક્ત સમજીને આ દુન્યવી ચીજોને ત્યાગ તેટલા માટે શ્રી મહાવીર પરમાત્માએ બતાવ્યા છે.
(૫) દુન્યવી માનમરતબા માટે અને પિતાની મહત્તા વધારવા માટે અને જન્મમરણ માટે આ પાપનાં કાર્યો કામ કરી રહેલાં છે, એમને આ જીવનમાં ત્યાગ કર જોઈએ, પ્ર. ૩૨
II વાત *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org