________________
રરર
. પ્રશમરતિ વિવેચન સહિત સર્વથા વિગ કેવી રીતે કરી શકે તે આ ગાથામાં અને હવે પછી બતાવાનું છે, તે સંભાળપૂર્વક લક્ષમાં રાખવું. ભેગી માટે પણ આ પુસ્તક છે. અને માત્ર યતિ–સાધુએ. માટે તે નથી, તે આ મૂળને શબ્દથી જણાય છે. ભેગીને અર્થ “ભેગાસક્ત” એટલે સંસારમાં આસક્ત માણસ થાય એમ હારિભદ્રીય ટીકા જણાવે છે. - વિગ–વિરહ. અહીં એ રાગદ્વેષને આત્યંતિક નાશ કેમ થઈ શકે અને એમનામાં ઘસડાઈ ન જવાય, પણ એમની ઉપરવટ થઈ તેમનાથી તરાય, તેમનાથી દૂર ભગાય એવી બેવડી પૃચ્છા મનુષ્યને સ્વાભાવિક થાય તેમ છે. અત્ર તેને જવાબ આપવામાં આવ્યો છે, તે બરાબર વાંચો અને અનુસરો.
સુવ્યાકુલહૃદય-આ રાગદ્વેષ ઉપર અને સંસાર ઉપર પ્રીતિ ન થાય તેવી હકીક્ત સમજતાં હૃદયમાં આકુળતા થઈ આવે અને આવા દુઃખથી ભરપૂર સંસારમાં કેમ પડી રહેવાય એવી પૃચ્છા થતાં એનાથી કેમ છટકવું તેને વિચારમાં મન આકુળવ્યાકુળ થઈ જાય છે. - અપિઆના સંબંધમાં કિકાર હરિભદ્ર કહે છે કે તે શબ્દ પાદપૂણાર્થે સમજવો. મને લાગે છે કે અપિ એટલે પણ. જે માણસનું મન સગાસંબંધી, દેહ, રૂપ કે કુળમાં લાગેલું હોય અને સંસારને જોઈ તેના મનમાં એને સર્વથા વિયેગ કેમ થાય તેની પૃચ્છાને અંગે આકુળતા થઈ આવી હોય તેણે “પણું વિચાર કરે અને અત્ર બતાવેલા વિયોગના ઉપાયને અમલ કરે. એ પાદપૂરણાથે શબ્દ નથી, પણ જરૂરી શબ્દ છે. જે આકુળતા વગરના છે તે તે શાંત ચિત્તે આ ઉપાય ચિંતવે અને તેને અમલ કરે. પણ જે વિગ કરવા-બજાવવા માટે આકુળવ્યાકુળ થઈ રહ્યા હોય તેવા અશાંત મગજના માણસે પણ આ ઉપાયના કારગતપણાને વિચાર જરૂર ક. મારા મતે “અપિ” શબ્દ જરૂરી અને સાથે છે અને ઘણે સારે અર્થ રજૂ કરે છે.
નિશ્ચયેન–જરૂર. જ્યાં ગ્રંથકાર ચક્કસ હોય, તેને ઉપાયની ખાતરી હોય ત્યાં જ આ જરૂર” શબ્દ વાપરે છે. એ શબ્દ બહુ ઉપગી અને જરૂરી હોવાથી અને ગ્રંથકારને પિતાના ઉપાયના કારગતગણની ખાતરી, નક્કી ભરેસ હેવાથી તેમણે આ ઉપાય બતાવ્યો છે. એટલે આ ઉપાય અજમાવવા યોગ્ય છે એમ લાગ્યા વિના નહિ રહે.
આગમ–જૈનના મૂળ સૂત્રે. આગમ એટલે પિસ્તાળીશ આગમને અભ્યાસ કરે. ત્યાં પ્રસંગે પાત્ત એવી સુંદર વાત કરી છે કે એ અભ્યાસને પરિણામે રાગદ્વેષને આત્યંતિક નાશ થાય અને તેનાથી તરીને જીવ ઊંચે આવે. આગમના અભ્યાસની, સાંભળવાની અને તેની ચર્ચા વારંવાર કરવાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સમજવામાં આવ્યું હશે. જ્ઞાન વધારે કરવાને અભ્યાસ રાખે અને ઉપલબ્ધ સામગ્રીને પૂરતે લાભ લે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ઘણે ફેર છે. જ્ઞાનીએ કહેલા ભાવ મૂળ આગમમાં છે, પરસ્પર વિરોધ
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org