SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કષા અને વિષ વગરના છે અને એ ભાવ જાણવા પ્રમાણે વર્તન કરતા રાગદ્વેષનો સર્વથા વિગ થઈ શકે તેવું છે. તીર્થકરને કે સર્વજ્ઞને કઈ વસ્તુ છુપાવવા જેવી લાગી નથી. જ્ઞાનને માટે મહિમા છે. માસવાતિ મહારાજ જ્ઞાનના વિકાસને અને વધારાને સંમત છે. મારું પુસ્તક અમુક કેમવાળાએ ન વાંચવું એ એમને પ્રતિબંધ નથી. સર્વ વિદ્વાનને અને સમજુને આગમને અભ્યાસ કરવાનું આમંત્રણ આપતાં પિત્ત (લેખક) કેટલા ઉદાર છે અને આગળ પાછળની સર્વ હકીકત જાણનાર ને સમજનાર છે એમ લાગે છે. આગમના અભ્યાસનું આ મહત્ત્વ આ યુગમાં ખાસ વિચારવા ગ્ય છે. મારા વેદને અસ્પૃશ્ય ન જાણે કે ન સાંભળે એ પ્રતિબંધ નથી, તે અર્થસૂચક ઉદારતા બતાવે છે. અભ્યાસનું મહત્વ ઉમાસ્વાતિના વખતમાં પણ સારી રીતે પ્રસિદ્ધ થયેલું હતું. અભ્યાસ વગર જાણે રેતરફ અંધારું લાગે છે, એ અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર જ્ઞાનને મહિમા મોટો છે. એક આચારાંગસૂત્ર જ કેટલું વિસ્તારવાળું છે, તે પર હવે પછી વિચાર કરવામાં આવશે. તે ઉપરથી માલુમ પડશે કે અભ્યાસ એ કઈ અજબ ચીજ છે અને શાસ્ત્રના અભ્યાસ વગર અંધારામાં રહેવું તે સુજ્ઞને પરવડે તેવું નથી. આ વાત એક્કસ છે અને ગ્રંથકાર બીજા કેટલાંક કાર્યો જેમ શાસ્ત્રાભ્યાસને ઐચ્છિક રેખે છે એમ નથી. અભ્યાસ તે નિશ્ચયથી જરૂર કરવો એમ તેઓ ભલામણહુકમ કરે છે. એશ્લે આકુળ હદયવાળાએ પણ અભ્યાસ કરી વસ્તુને સંબંધ સમજે જોઈએ અને સમજીને તે પ્રમાણે સારું હોય તેનું આચરણ કરવું જોઈએ. એટલા માટે અભ્યાસ કરવાને ખાસ ભાર મૂકીને આગ્રહ કરવાની જરૂરિયાત લેખકશ્રી સ્વીકારે છે. એટલે, પિતાના મનમાં આકુળવ્યાકુળતા હોય તે તેને દૂર કરવા માટે વસ્તુસંબંધ દર્શાવનાર આગમને અભ્યાસ જરૂર કરો. કાર્ય–આગમને અભ્યાસ કરવો જોઈએ, એમ વિધ્યર્થ પ્રત્યય કાર્યને અંગે મૂકીને આગ્રહ કરે છે. આ બાબતમાં નિશ્ચયપૂર્વક જ વાત છે અને તેમાં કઈ જાતના અપવાદને. સ્થાન નથી એવો લેખકને આગ્રહ છે. એવો આગ્રહ શા માટે છે તે આચારાંગના વિષયેના પત્રક પરથી હવે પછી જણાશે, પણ વસ્તુને તેના યથાર્થ દર્શન માટે અભ્યાસની ખાસ જરૂર છે. શ્રદ્ધા પણ વિજ્ઞાનથી સ્થિર રહે છે અને તત્ત્વ-વસ્તુસ્થિતિ જાણનારને કઈ ફિટાવી શતું નથી, માટે અભ્યાસ જરૂર કરે એ ગ્રંથકર્તાને આશય છે. ( ૧૫) ઇન્દ્રિયના વિષયે કેવા છે તેનું લાક્ષણિક સ્વરૂપ आदावत्यभ्युदया मध्ये शृङ्गारहास्यदीप्तरसाः । निकषे विषया बीभत्सकरुणलज्जाभयप्रायाः ॥१०६॥ અથ–શરૂઆતમાં ષિ મહેત્સવ જેવા લાગે છે, વચ્ચે શૃંગાર, હાસ્ય અને ઉત્તેજક રસવાળા લાગે છે અને છેવટે જતાં તે માટે ભાગે બક્ષત્સતા, કરુણા, લાજ (શરમ) અને બીક ઉત્પન્ન કરનાર મહેન્દ્ર છે. (૧:૦૬) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy