________________
२०२
પ્રશમરતિ વિવેચન સહિત પિતે સંભૂતિ આચાર્ય પાસે દીક્ષા લીધી, જૈન સાધુ બની ગયા અને દિવાનગીરીની રાજાને આભાર સાથે ના પાડી.,
એને ત્રણ બહેન હતી. તેઓ અસાધારણ વિદ્વાન અને પરીક્ષા કરનારી હતી. એક એકવાર સાંભળે કે તેને યાદ રહી જાય તેવી યાદશક્તિવાળી હતી. તેનું નામ સે. બીજી વેણુ', તે બે વાર સાંભળે તે તેને યાદ રહી જાય તેવી સુંદર યાદશક્તિવાળી હતી. ત્રીજી બહેનનું નામ “રણ”. તેને ત્રણ વાર સાંભળેલું યાદ રહી જાય અને બીજાને જણાવી શકે તેવી યાદશક્તિવાળી હતી. સંભૂતિ આચાર્ય પાસે બહેને આવી ત્યારે સ્થૂળભદ્ર ગુફામાં બેસી પાઠ કરતા હતા. ગુરુએ તેમને ગુફામાં જવા જણાવ્યું. ત્રણે બહેને ગુફા તરફ ચાલી. બહેનેને પિતાની વિદ્યાને ચમત્કાર બતાવવા સ્થૂળભદ્ર, જેમને બહેનના આગમનના સમાચાર મળી ચૂક્યા હતા તેમણે, સિંહનું રૂપ લીધું. એટલે બહેને સ્થૂળભદ્રને સ્થાને સિંહને બેઠેલે જોઈ જાણી પાછી આવી. આચાર્યને કહે કે એમને તે સિંહ ખાઈ ગયે લાગે છે, ત્યાં ગુફામાં સિંહ જ છે. આચાર્ય ઉપગ મૂકી જોયું અને જાણ્યું કે સ્થૂળભદ્દે પિતાની બહેને ઉપર અસર કરવા સિંહનું રૂપ લબ્ધિના બળથી લીધું હતું. ત્યાં સુધી
સ્થૂળભદ્ર દશપૂર્વ ભણ્યા હતા, પિતાને શ્રુતજ્ઞાનને અભ્યાસ બહેનેને જણાવવા ખાતર જ પિતે સિંહનું રૂપ લીધું હતું. ગુરુએ જાણ્યું કે સ્થૂળભદ્રને જ્ઞાનને માં થયેલ છે. નહિ તે પિતાની લબ્ધિ અને જ્ઞાન બહેનને જણાવવા માટે આવું રૂપ વિકવે નહિ. એટલે એમના મતે જે જ્ઞાન મળ્યું છે તે સ્થૂળભદ્ર જેવા સાધુ પચાવી શક્યા નથી, જ્ઞાનને એમને ગર્વ થર્યો છે. પત્યું, ગુરુએ ન પાઠ આપવાને અને અભ્યાસ આગળ ચલાવવાને અભિપ્રાય છેડી દીધા. પછી સંઘે ઘણું પ્રાર્થના કરી ત્યારે ૧૧-૧૪ પૂર્વને મૂળ પાઠ આપે, પણ અર્થ ન સમજાવ્યું. તે વખતથી, નંદરાજાના વખતમાં ૧૧–૧૪ એ ચાર પૂર્વ વિચ્છેદ ગયાં. અત્યારે તે સર્વ પૂર્વ ત્યાર પછી વિચ્છેદ ગયા છે. આ શ્રતમદ ઉપર દાખલ થયે.
વિકરણ ધાતુને ક્રિયાપ્રત્યય લગાડવા પહેલાં ધાતુ અને ક્રિયાપ્રત્યયની વચ્ચે જે (દશ) ગણને પ્રત્યય લાગે તે વિકરણ કહેવાય છે. અહીં તેને અર્થ વિકિયા. આવા સ્થળભદ્ર જેવા મુનિને જ્ઞાન પચ્યું નહિ અને ગર્વરૂપે-મદરૂપે પિતાની બહેનને તે દેખાડવા વૃત્તિ થઈ એ મદસ્થાન આઠમું છે. એમાં ગર્વ કરવા જેવું કાંઈ નથી તે આવતી ગાથામાં કહેશે. આ માષતુષ મુનિ કેવળી થયા અને સારા માણસે અડદનાં ફેતરાં ઉખેડયાની વાત કરી તેમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્યારે સ્થૂળભદ્ર જ્ઞાનને મદ કરી દેખાડે કરવા વિચાર કર્યો તે તેમના સમયથી તે હમેશને માટે અત્યાર સુધી ચાર પૂર્વ વિચ્છેદ પામ્યા, એમ સમજી શ્રુતજ્ઞાનને મદ ન કરે. આગળ બતાવશે તે પ્રમાણે કદાચ ક્ષપશમ, સત્સંગતિ કે સંબંધથી અભ્યાસ થઈ જાય તે તે ગર્વને ગ્ય નથી, ઉચિત નથી. ભણવાથી તે ગર્વ ઘટ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org