________________
કષા અને વિષયો
૧૮૩ જમું છું, તેના બાહ્યરૂપમાં શું મેહ છે? તે ખાનારી પીનારી છું અને અનેક પ્રકારના રેગથી અને દુર્ગંધથી ભરેલી છું. બાહ્ય ચામડી કે માંસ ઉપર રાજી થવા કે આકર્ષણ કરવા તેણે કુમારને ના પાડી અને વસ્તુસ્વરૂપના સાચા દર્શન કરાવી તેમને પિતાપિતાને દેશ મકલી આપ્યા.
છે કારણએ શરીર જેને તમે મદ કરે છે તે અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે. એમાં મદ કે અહંકાર કે ગર્વ કરવા જેવું કાંઈ નથી. આવા શરીરને કદાચ સહજ રૂપ હોય તે તેને અહંકાર શું કરવું?
સાતમુ કારણ–કલુષપૂર્ણ અર્થાત પાપ અથવા પાતકથી પૂરું ભરેલું. આ શરીરનું રૂપ હોય તે તે પાતકથી ભરેલું છે. કોઈ તેના તરફ જઈ આકર્ષાય અને કોઈ એના ઉપર નજર પણ ન નાંખે, કોઈ એને સુરૂપવાન ધારે અને કેઈની નજરે એ જ દેહ કુરૂપવાન લાગે; અને એ જે શરીરનું રૂપ છે તે શરીર પણ પાપનું ઘર છે. સ્ત્રીના બાર દ્વારે અને પુરુષના નવ દ્વાર ગટરની પેઠે નિરંતર વહ્યા કરે છે અને તે દ્વારા આખા શરીરને કચરે નીકળ્યા કરે છે. આવી રીતે બાહ્ય દષ્ટિએ શરીર અને તેનું રૂપ પાપ એટલે પાતકથી ભરેલું છે. ચારે ગતિમાં ભ્રમણ કરવું તે પણ પાતક છે. એ રીતના પાપથી ભરેલું નિર્માલ્ય શરીર તે વળી રૂપનું ધામ-પ્રશંસાનું ધામ કેવી રીતે થાય? આ શરીરના રૂપને ગર્વ ન કરવાનું સાતમું કારણ જણાવ્યું.
આઠમું કારણ–નિશ્ચય વિનાશધ. આ શરીર અથવા તેના રૂપને ગમે તેટલું છે, પણ અંતે તે પડવાનું છે, વિનાશ પામવાનું છે. નામ એને આ દુનિયામાં નાશ છે. આ શરીર બાળી દેવા ગ્ય કે જમીનમાં અંતે દટાવાને યોગ્ય છે અને અહીં કદાચ દશ-વીસ ચાળીસ-પચાસ કે સો વર્ષ રહેવામાં આવે, પણ અંતે જરૂર તેને નાશ થવાને છે અને તે અગ્નિ કે ભૂમિ કે એવા કેઈ કુદરતી તત્ત્વને તાબે થવાનું છે. ઘડપણુમાં આ વિનાશશીલ ધર્મવાળા શરીરને કાંઈ રૂ૫ રહેતું નથી, એટલે બધી રમત બહુ મર્યાદિત વર્ષોમાં આવી જાય છે અને “મા જાણે કે દીકરે મેટ થયે પણ આયખામાંથી એ છે થ” એ ન્યાયે દરરોજ એ. વિનાશની નજદીક આપણે જઈ રહ્યા છીએ. આ નિત્ય વિનાશધર્મવાળા શરીરને કે તેમાં રૂપ હોય તે રૂપને ગર્વ શેને કરે? અંતે એ માટીમાં મળી જવાનું છે.
આ આઠે કારણે વિચારતાં એમ જણાય છે કે તેમાંના એક અથવા બે અથવા વધારે કે ઓછાં કારણે હાજર હોય તે રૂપના વખાણ ન કરવા કે રૂમને ગર્વ ન કરવો ઘટે. એવા રૂપના વખાણ કરવા તે આપણું વિચારશક્તિની ગેરહાજરી બતાવે છે. સમજુ માણસ એવા રૂપથી લેવાઈ ન જાય. આ રીતે આ કારણેથી રૂપ નામનું ત્રીજુ મદસ્થાન અભિમાન કે મદને એગ્ય નથી. આ રીતે આ ત્રીજા મદસ્થાનને-મદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org