________________
૧૮૨
પ્રશમરતિ વિવેચન સહિત વિચારશે. આ શરીર તે રેગ અને વૃદ્ધાવસ્થાને આશ્રય કરનાર છે, તેને ગર્વ છે? તેના રૂપનું અભિમાન કેમ થાય? કેમ કરવું ઘટે ? (૮૫) . રૂપમદ ન કરવાનાં વિશેષ કારણે–
नित्य परिशीलनीये त्वङ्मांसाच्छादिते कलुषपूर्णे ।
निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ॥८६॥ ' અથ–હંમેશા જેનું રક્ષણ રાખવું પડે છે, સારસંભાળ કરવી પડે છે, જે ચામડી અને માંસથી ઘેરાયેલું છે, કચરાપટ્ટીનું ધામ છે અને જરૂર વિનાશ પામવાના સ્વભાવવાળું છે તેવા રૂપમાં મદ કરવાનું કારણ શું હોઈ શકે? (૮૬)
વિવેચન-આગલી ૮૫મી ગાથામાં રૂપમદ ન કરવાનાં કારણે કહ્યાં તે આપણે વિસ્તારથી વિચાર્યા. હજુ પણ રૂપમદ ન કરવાનાં વિશેષ કારણે આ છાશીમી ગાથામાં બતાવે છે.
ચર્થ કારણ–આ શરીરને રૂ૫ મળેલું છે તેનું હંમેશા જતન કરવું પડે છે. માથે ઓળવું, એટલે ગૂંથવો, મુખ ઉપર પિ મેસ કે અત્તર લગાવવું, તેના ઉપર કપડાં પહેરવાં, અને તેને સારું સારું ભેજન ખવરાવવું અને તબિયત બગડે તે કરી પાળવી અને વૈદ્ય અથવા દાક્તર કહે તે જ ચીને તેણે ખાવી. આવી રીતે અનેક બાબતે રૂપ જાળવવા શરીર ખાતર કરવી પડે છે. તેને ટાઢ તડકો ન લાગે તે ખાતર તેને ઠંડા-ગરમ લૂગડાં પહેરાવવા પડે છે અને હવા ખાવા તેને માથેરાન, મહાબળેશ્વર, ઉટાકામંડ વગેરે સ્થાએ લઈ જવું પડે છે. રૂપવાન દેખાવા શરીર ઉપર કંઈક પ્રકારના સંસ્કાર કરવા પડે છે. તેને વાળ વાંકો ન થાય અને કાંઈ નહિ તે હેય તેટલું રૂપ તેવું ને તેવું બન્યું રહે તે ખાતર તેની હંમેશાં તકેદારી રાખવી પડે છે અને રૂ૫ જાળવવા પ્રયાસ કરવા
- પાંચમું કારણુ-શરીરનું રૂપ, ચામડી અને માંસથી આચ્છાદિત હોય છે ત્યાં સુધી જ સારું લાગે છે. જો ઉપરને ચામડી અને માંસને પડદો ઉઘડી જાય કે ખસી જાય તે તેની સામું જોવું પણ ન ગમે. અંદર તે બધી જાતના ને ગમે તેવા પદાર્થો ભરેલા હોય છે. તે પદાર્થો માંસ, રુધિર લેહી), મેદ, મજજા એ સર્વ એવા છે કે જે તે જોયા હોય તે તે આપણને પણ ધ્રુજાવી નાખે અને તેમની સામે ઘૂંકવું પણ ન ગમે તેવા તે અપ્રિય અને અરુચિકર પદાર્થો છે. મલ્લિનાથે જ્યારે છ રાજપુત્રો સાથે પરણવાની ના પાડી ત્યારે દરરોજ એક એક કેળિયે અન્ન એક કાષ્ઠપૂતળીમાં નાંખ્યું, રાજપુત્રોની સમક્ષ તેમાંનું દ્વાર ખેલ્યું અને તરફ દુર્ગધ ફેલાણી. રાજપુત્રોને કહ્યું કે આ એક એક કેળિયે સંઘરનાર પૂતળીની આવી દશા છે, તે હું પિતે તે બત્રીશ કેળિયા
Jain Education International
For Private & Personal Use Only
· www.jainelibrary.org