________________
- ૧૦૦
ભા અને વિષય એવી રીતે તેમાં દરરોજ વધઘટ થયા કરે છે. તેવું તે શરીર છે. ઉનાળામાં એને કઈ હવા ખાવાને મહાબળેશ્વર જેવા સ્થાને વધારવા માટે લઈ જવું પડે છે અને બીજી ઋતુમાં અને ખાસ કરીને ચોમાસામાં એને અપચય થાય છે. એટલે ગઈ કાલે આપણે તેલ હેય તે આજે વધી અથવા ઘટી જાય છે, આપણું શરીર એકસરખું રહેતું નથી. આવા વધારા-ઘટાફને જે શરીર પાત્ર હોય તેના રૂપનો અહંકાર કેમ કરે ઘટે? એ તે અનુકૂળ સંજોગોમાં વધી જાય અને પ્રતિકૂળ સંગમાં ઘટી જાય એ એને સ્વભાવ છે.
જે એ હોય તેવું ને તેવું રહેતું હોય, તે તે જાણે સમજ્યા, પણ આ તે શરીર જ એવા પ્રકારનું છે કે એમાં વધઘટ થયા કરે. જ્યાં શરીર ઘટી જાય ત્યાં ગાલમાં ખાડા પડી જાય છે અથવા મેંમાંથી લાળ પડે છે. એવા વધઘટને પાત્ર શરીરના રૂપને ગર્વ કેમ ધરો ઘટે? આજે રૂપાળું લાગતું હોય તે કાલે બેડેન લાગે અને તેવી સ્થિતિ થતાં વાર લાગતી નથી. એ કાંઈ એવા પ્રકારનું શરીર નથી કે જેમાં નિત્ય યૌવન રહે. એવા ઘટાડા-વધારાને પાત્ર શરીરના રૂપને ગર્વ કરે કેમ ઉચિત ગણાય? ઉપર આપણે સનકુમાર ચક્રવતીની કથામાં જોયું કે તેનું શરીર ઝેરી, વિષમય થઈ ગયું, અને એટલે ફેર બપોરે અને સાંજ વચ્ચેના વખત દરમ્યાનમાં થઈ ગયે. આ રૂપને ગર્વ ન કરવાનું બીજું કારણ જણાવ્યું.
.. ત્રીજુ કારણ–એ શરીર રોગ અને ઘડપણનું ઘર છે. રૂ૫ ટકે ટકે તેય કેટલું ટકે? માણસને આજે ટાઈફોઈડ તાવ થયે અને કાલે થોડા દિવસ પછી તે હતું ન હતું થઈ જાય છે. વળી જુવાનીને ચટકે કેટલા દિવસ ચાલે? અંતે આવા વ્યાધિઓથી બચી જવાય તે ઘડપણ તે જરૂર આવે જ. તે વખતે રૂ૫ રહેતું જ નથી. રોગ અને ઘડપણને આ શરીર અધીન છે. રોગથી બચ્યા તે ઘડપણ તે ઊભું જ છે. અને આ રૂ૫ તે જુવાનીના જેસમાં ભલે હોય, પણ તેને રેગને આશ્રય કરતાં કેટલી વાર? અને કદાચ રેગમાંથી બચી જાય તે ઘડપણ તે તેનું થવાનું જ છે.
આશ્રય-ઘર. એ શરીર રોગનું ઘર છે. એમાં એક એક રામે પિણ બે વ્યાધિ રહેલાં છે. વ્યાધિ થાય તે શા હાલ થાય તે દુનિયામાં જોવા જેવું, અવલોકવા જેવું છે. અને એમાંથી મુક્તિ મળે તે પછી ઘડ૫ણ તે બેઠું જ છે. .
આવી રીતે ત્રણે કારણે એક તે એ માંસ, વીર્ય અને રુધિરનું બનેલું છે તેથી, બીજુ તેમાં વધઘટ થયા કરે છે તેથી અને ત્રીજુ તે રેગ અને ઘડપણને આશ્રય કરનાર છે તેથી શરીર કદાચ રૂપાળું હોય તે પણ તેનું અભિમાન કરવું ન ઘટે. એ અભિમાનને યેગ્ય આ ત્રણ કારણથી છે નહિ અને તેનું અભિમાન કરનારા તેના સંબંધી આ ત્રણે કારણ કે તેમાંના થેડાં થોડાંને વિચાર કરતા નથી. આ ત્રણે કારણે એવાં છે કે તેમાંનું એક પણ કારણ હોય તે શરીરના રૂપને ગર્વ કરે ન ઘટે. તે કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org