SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ પ્રામતિ વિવેચન સહિત વવાનો ઉપદેશ આપ્યા. આપણે પ્રથમ જાતિના મદ અયાગ્ય છે તે વાત કરી, પછી તેમાં અમુક કુળમાં પેાતાના જન્મ થવાની વાતને મદ ન ધરવા એ બીજી વાત કરી અને છેવટે ત્રીજા રૂપમદની વાત કરી. આ ત્રણે મદ નિવારવા યોગ્ય છે. હવે પેાતાના શરીરે થતાં બળમદ-ચેાથા મદને નિવારવા ઉપદેશ આપે છે. તમારું આહુખળ કે ગમે તેવું મોટુ શારીરિક બળ હાય, પણ તેના મદ ન કરી એમ આગળ આવતી સત્તાશીમી અને ત્યાર પછીની ગાથાને ઉપદેશ છે, તેના ઉદ્દેશ સમજી મદ નિવારવા અને મદ થઈ જાય તે તે પર અંકુશ રાખવેા. (૮૬) અળમદ સમજુએ કરવા યાગ્ય નથી बलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विबलत्वमुपयाति । बलहीनोऽप्यथ बलवान् संस्कारवशात् पुनर्भवति ॥ ८७ ॥ અથ—બળથી ભરપૂર માણસ એક ક્ષણવારમાં બળ વગરના થઈ જાય છે; ખળહીન હેાય તે સૌંસ્કારને કારણે ફરી વખત બળવાન થઈ જાય છે. (૮૭) વિવેચન—વિમલત્વ-એક અહુ બળવાન જોરૂકો માણસ હોય તે માંદો પડે તે એક ક્ષણવારમાં નબળા થઈ જતા જોવાય છે અને ઘણા બળવાન માણુસા પણ મળ વગરના એક ક્ષણવારમાં થઈ જતા જોવામાં આવે છે. શરીરે તાવ આવે કે પેટમાં આંકડી થઈ આવે કે કોઈ ખળવાન માણુસના સસગમાં એ આવે અથવા ઘરડા થવા માંડે તે તદ્ન નબળા થઈ જતા તેને આપણે જોઈએ છીએ. એટલે બળવાનનું બળ હુમેશા ટકી રહેતું નથી. કુદરતી કારણે કે વયને કારણે કે શારીરિક કારણે જે માણુસ બહુ મળવાન હાય તેને આપણે નબળા પડતા જોઇએ છીએ અને જોતજોતામાં તે તેનુ' શરીર ખળ વગરનું થઈ જાય છે અને તે આપણી જ નજરે બળહીન લાગે છે. દુનિયામાં આંખ ઉઘાડી રાખીએ તેા થાડા વખત પહેલાં જોયેલા બળવાન માણસને આપણે તદ્ન નિબ ળ– દુખળ થઈ ગયેલા જોઈએ છીએ. આપણો દરરોજના અનુભવ છે કે ખળવાન માણસનું મળ હમેશા ટકતું નથી. અલડીને--તેથી ઊલટી રીતે નિ`ળ, દુબળ, પાતળા માણસ જો કોઈ પૌષ્ટિક ખોરાક લે, કે પથ્ય સેવે તે બળવાન થતા જોવામાં આવે છે. અથવા અહિંસક પદાર્થા લઈને કે નિયમિત કસરત કરીને મળહીન માણસ બળવાન થતા જોવામાં આવે છે. મળ એ હુંમેશ ટકે તેવી વસ્તુ નથી. સસ્કાર—ઉપાય, પ્રયત્ન. કેટલાક પ્રકારના ખારાકમાં સસ્કાર હાય, ફેરફાર હોય તા માણુસ બળવાન ખની શકે છે. નમળા માણસ જો ચગ્ય ઉપચાર લે અને શું ખાવું, કેમ ખાવુ, કયારે ખાવુ', એની જડ પકડી લે તે એ બળવાન થઈ શકે છે. નબળા માસે તેટલા માટે ડરવાનું કે ગભરાવાનું કાંઈ કારણ નથી, નમળા પશુ સ`સ્કાર એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy