________________
પ્રશમરતિ વિવેચન સહિત કરવાને શક્તિમાન નથી, આયુષ્ય બાંધેલ હોય તેમાં એક ઘી પણ વધારે કરવાની ચક્રવર્તીની શક્તિ નથી અને તીર્થકર પણ તે કામ કરવાને શક્તિમાન નથી. આવા મહાવીર સ્વામી જેવા ચાવીશમાં તીથ૪૨ પણ આયુષ્ય ન વધારી રાકવા તે ઈન્દ્ર કે આપણે સામાન્ય મનુષ્યમાં એ તાકાત કયાંથી હોય? મતલબ, આયુષ્ય વધારવા કે ઘટાડવાની કેઈની તાકાત નથી. ઇંદ્રને પણ આયુષ્ય પૂરું થવા આવે છે ત્યારે મુદ્દામ કઈ કામ ન કરી શાકવા માટે ખેદ, દિલગીરી અને પશ્ચાત્તાપ થાય છે, પણ તે પિતાનું આયુષ્ય વધારી સ નથી, વધારવાના તેનાં ફાંફાં નિષ્ફળ થાય છે અને જે કામ ખુદ મહાવીર સ્વામી જ કરી શકયા તે ઇદ પણ કરી શકતું નથી. મતલબ કે હારેલી ગુમાવેલી તક માટે તેને ખેિત થાય છે, પણ તે આયુષ્યમાં એક ઘી પણ વધારે કરી કરાવી શકતા નથી. જે કામ ઇંદ્રથી ન જાને તે સાધારણ માણસથી તે ન જ બને. એટલે કોઈ આયુષ્યને વધારી કે ઘટાડી શકતું નથી. એટલે આવા કરડે ભવે પ્રાપ્ત થવું મુશ્કેલ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને તેને અંગે આળસ કે પાંચ પ્રમાદ કરવા અને આયુષ્યને વૃથા (નકામું) પસાર કરી જવું તે એકબીજાની વિરુદ્ધ જાય છે. આ તે મળેલ તકને બનતે લાભ લેવા જેવું છે. આ મનખાદેહ જેને તેને જ્યારે ત્યારે મળતું નથી, તેની સાથે આળસમાં વખત કાઢવે તે બંધબેસતી વાત નથી.
પ્રતિ –પાછું આવવું, ગયેલું પાછું મેળવવું. ઇદ્રને પણ, એવા શક્તિવાળાને પણ, ગયેલું આયુષ્ય પાછું આવવું અશક્ય છે. ગયું તે ગયું, તક હાથમાં આવી હોય પણ એકવાર તે તક ગઈ, તે પછી તે સમયે તે પાછી આવતી નથી. એને ભાવ એ છે કે ઇંદ્ર જેવા શક્તિશાળીને પણ આયુષ્ય ગયું તે પાછું મળતું નથી. ગયું એ તે ગુમાવ્યું.
મા જાણે કે દીકરે મોટો થયે, પણ આયુષ્યથી એટલે એ છો થયે એ જે ગુજરાતી કહેવત છે એના આશયમાં ઊતરવા જેવું છે. ગયેલું આયુષ્ય ગયું કે ગુમાવ્યું તે ગયું જ સમજવું, તે પાછું આવતું નથી, અને ગઈ ગુમાવેલી તકે માટે એમ જ સમજવું. એટલે દીકરો માટે થયે તે આયુષ્યમાં તેટલે ઓછો થયે એમ સમજવું. એટલે આયુષ્યની નજરે તે તેટલે મટે નહિ પણ નાને થયું છે એમ ગુજરાતી કહેવતને ભાવ છે. મહાવીર સ્વામી કે માતા ઈન્દ્ર જેવી શક્તિવાન વ્યક્તિએ પણ પિતાના આયુષ્યમાં એક'બે ઘડીને પણ વધારે કરી શકતા નથી એ હકીકત છે. ખુદ મહાવીરસ્વામી ઇંદ્રની પ્રાર્થના છતાં તેમ કરી શક્યા નથી તે આપણે ઉપર જોયું. સિંદૂરપ્રકરકાર શ્રીસમપ્રભાચાર્ય પિતાના પાંચમાં લેકમાં કહે છે કે
यः प्राप्य दुष्प्राप्यमिदं मरत्वं, धर्म न पस्नेन करोति मूढः । क्लेशप्रबन्धेन स लब्धमधौ, चिंतामणि पातपति प्रमादात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org