SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરા અને વિષે મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિમાં ખેંચી જાય છે. આ રીતે કેધ, માન, માયા અને લેભ એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એવા ચાર ચાર પ્રકાર પડતા હેવાથી સોળ પ્રકાર થાય છે. આ સેલ ચારિત્રમેહનીયન વિભાગે કર્મબંધમાં રસવિભાગ પૂરો પાડનાર છે. એની વિગતે સમજાય અને એને ત્યાગ થાય એટલે બેડે પાર છે. - આપણે હવે એના ચારિત્રહનીયન) બાકીના વિભાગ તપાસીએ. તેમાં ભાંડ વગેરેની વિદુષક-ચેષ્ટા જોઈને અથવા વિનાકારણ હસવું આવે તે હાસ્ય નામને કષાય છે. નેકષાય હંમેશા કષાયનાં કારણ હોય છે. કષાયને ઉદ્દીપન કરનાર આ નવ કષાયે છે. તેનાં નામ પણ “પાઈઅસદ્દમણ” માં જ અક્ષર નીચે (પૃ. ૨૧૨માં) આપવામાં આવ્યાં છે. પદાર્થ ઉપર અનુરાગ સકારણ કે વિનાકારણ થાય, તે રતિ નામનો કષાયને ઉદ્દીપન કરનાર નેકષાય એ બીજે નેકષાય છે. કોઈ આને અનુરાગ અથવા પ્રેમનું નામ આપે છે, એ સર્વ રતિ કરનાર-કરાવનાર પદાર્થને રતિ અર્થમાં ઉપગ કરવો. એથી ઊલટી જે રતિ કે પ્રેમ ન થતાં અપ્રીતિ થાય અથવા ઉદ્વેગ થાય, તેને અરતિ નામને ત્રીજે નેકષાય કહેવામાં આવે છે. હાસ્ય, રતિ અને અરતિ નામના નેકષાયે ચારિત્રમેહનીયના ત્રણ વિભાગે છે અને કષાયને ઉદ્દીપન કરનારા છે. વિનાકારણ કે સકારણ જે કર્મના ઉદયથી જે શેક થાય, તે શેક નામને એથે નેકષાય છે. અને એ કર્મ પણ કવાયને ઉદ્દીપન કરનારું હોઈ ચારિત્રમેહનીયમાં ગણવામાં આવ્યું છે. કારણ વગર કે સકારણ ભય-બીક લાગ્યા કરે, તે ભય નામને પાંચમે નેકષાય છે. અને એ પણ ચારિત્રહનીયને વિભાગ છે. આવા ભયે સાત પ્રકારના જૈન શાસ્ત્રકારે વર્ણવ્યા છે. કેઈ તેફાની અથવા બળવાનને કે તેવા પ્રકારના માણસને દેખી બીક લાગ્યા કરે, તે ઈહલેક ભય; મરી ગયા પછી આપણી શી ગતિ થશે, તેની બીક લાગ્યા કરે તે બીજે “પરલેક ભય, ચોર-લૂંટારાને ભય લાગ્યા કરે અને જંગલમાં પિતાની વસ્તુ છુપાવવાની જરૂરત લાગે તે “આદાનભય'; વીજળી પડવાથી, ઘર પડવાથી, મોટર કે રેલ્વેનાં અકસ્માતેથી જે થાય છે, તે સર્વ આ ચેથા પ્રકારના “અકસ્માતભયમાં આવે છે. જીવનનિર્વાહ માટે કે મેંઘારતને લઈને ચિંતા થયા કરે, તે પાંચમ “આજીવિકાભય” કહેવાય છે. અમુક કામ કરવાથી મરણ થશે એમ મરણથી ડરવું તે છઠ્ઠો “મૃત્યુભય”. લોકેમાં પોતાની અપકીર્તિ બોલાશે, તેની વારંવાર ચીવટ રાખવી પડે તે સાતમે “અપયશભય”. આ રીતે ભય સાત પ્રકારના હોય છે. પુરુષને ભેગવવાની ઇચ્છા થાય તે સ્ત્રીવેદને ઉદય સમજ અને સ્ત્રીને ભેગવવાની ઇચ્છા થાય તે પુરુષવેદ સમજો અને પુરુષ અને સ્ત્રી બન્નેને ભેગવવાની ઇચ્છા થાય તે નપુંસકવે. તેમાં પુરૂવવેદ ખડઘાસના તાપ જેવો ક્ષણિક બતાવવામાં આવ્યું છે. એને અતિવેદ ન હોય. સ્ત્રીવેદને સૂકા ગોબરના અડાયા છાણના અગ્નિ સાથે સરખાવવામાં આવેલ છે અને આખા શહેરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy