SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નહી પણ પૂવને રાખવામાં આવે છે. હવે જે “પૂર્વ જેવું કાંઈ હોય જ નહિ તે આવું મહત્ત્વ શાથી અપાય ? શ્રુતના તારતમ્યનો વિચાર વિશેષાવશ્યકભાષ્યમાં આવશ્યકનિયુક્તિને આધાર લઈ કરવામાં આવ્યો છે, ત્યાં પૂર્વધર' શબ્દ છે, મૃતધર” કે “અંગધર” શબ્દ નથી.–ગા. ૧૪૧, ૫૩૧, ૫૩૬, ૫૫૫. આમાંની ગા૨ ૫૩૬ બૃહત્ક૫ભાષ્ય (ગા. ૧૩૮)માં પણ છે. નંદીસૂત્ર (સૂ) ૭૧)માં કહ્યું છે-“ ફુરે પોસ્ટર્સ જળવિદ વદ્દલપુવા સમૂસુત, મિસપુકિવન્સ સમ્મrd, ઘર મિuળસુ મથT” તે ઉપરથી પણ કહી શકાય કે “પૂર્વે ને સભ્યશ્રુતના માપદંડ તરીકે સ્વીકાર્યા તે જે પૂર્વોનું અસ્તિત્વ જ ન હોય તો કેમ બને ? આચાર્ય હરિભદ્ર, શીલાંક અને અન્ય ટીકાકારોને મતે શ્રુતકેવલી અને ચતુઈશ"વીસમાન જ છે; અર્થાત્ ચતુર્દશપૂવી હોય તેનાથી શ્રુતની કોઈ જ વાત અજ્ઞાત રહેતી નથી, એવું તે બન્નેનું મંતવ્ય છે-“_“ન તુટુંરાપૂર્વવિદ્રઃ પ્રાપનીર્થ િિ વયિતમન” પ્રજ્ઞાપના, હરિભદ્રવૃત્તિ, પૃ. ૧૮; શીલાંક, આચાસંગ ટીકા, પત્ર ૧૮૩, ૧૮૫; પ્રજ્ઞાપના, મલયગિરી વૃત્તિ પત્ર કર. - વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વકાળે ચતુર્દશપૂવીને ગીતાર્થ માનવામાં આવતા, પણ હવે જે પ્રકલ્પધર હોય તે ગીતાર્થ છે-ઉદ્દેશ ૩, ગાથા ૧૭૩. આ પણ તો જ બને જો કોઈ કાળે પૂર્વનું અસ્તિત્વ અને મહત્ત્વ સ્વીકૃત હોય. પ્રજ્ઞાપનાટીકામાં મલયગિરિ ગૌતમ ગણધરને ચતુર્દશપૂવી કહે છે (પત્ર ૭૨). વળી. કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વધારી શિષ્યોની સંખ્યા આપવામાં આવી છે-કલ્પસૂત્ર (શ્રીપુણ્યવિ. સંપા૦) સૂ૦ ૧૩૭, પરંતુ દ્વાદશાંગધર શિષ્યની સંખ્યા નથી આપી, તે પણ બતાવે છે કે મૃતધર તરીકે પૂર્વધરોનું મહત્ત્વ હતું. તે જ પ્રમાણે ભગવાન પાર્શ્વ આદિના પણ ચતુર્દશપૂર્વધરોની સંખ્યા (સૂ૦ ૧૫૭, ૧૬૬ આદિ) આપવામાં આવી છે, પણ અંગધારીઓની નથી આપી. આથી પણ એ વાત તે નક્કી થઈ જ શકે છે “પૂર્વ' નામે કોઈ શાસ્ત્ર હતાં જ. કલ્પસૂત્રમાં જ નહિ પણ જબૂદીપપ્રાપ્તિમાં પણ ઋષભદેવના ચતુર્દશપૂવીઓની સંખ્યા આપવામાં આવી (સૂ) ૮૧) છે. નંદીથેરાવલીમાં નાગાજુનાચાર્યની પ્રશસ્તિમાં (ગા. ૩૫) તેમને કાલિકશ્રુત (અંગ) ના અને પૂર્વના ધારક કહ્યા છે. તેથી સિદ્ધ થાય છે કે કાલિક ૧ અર્થાત અંગથી પૂર્વનું પાર્થકય હતું. નંદી (સૂ૦ ૭૮) માં ગમિકને દૃષ્ટિવાદ અને અગમિકનેકાલિક–જેમાં શેષ ૧૧ અંગે વગેરે છે–કહ્યું છે તેથી તે બન્નેનું પાથેય સિદ્ધ છે. ૧૧. શ્રટિશ્રુતનાવરાત્રિનીારિ૦ ટી, પૃ. ૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy