SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરના શિષ્યના અધ્યયન વિષે ઉલ્લેખ આપવામાં આવે છે – જ્ઞાતાધર્મકથામાં અરિષ્ટનેમિના શિષ્ય થાવગ્ગાપુત્ર (સૂ) ૫૪) અને પાંચે પાંડવ બંધુઓ (સૂ૦ ૧૨૮ અને ૧૩૦), તથા થાવસ્થા પુત્રના શિષ્ય શુક્યુરિવ્રાજક (સૂ૦ ૫૫), મહિલ જિનના શિષ્ય (સૂ૦ ૭૮)–એ સૌ વિષે એમણે સામાયિકાદિ ચતુર્દશ પૂર્વોનું અધ્યયન કર્યું–સામાફયમgયારું વોક્ત પુષ્પારું”—એવા ઉલ્લેખ મળે છે.' " ભગવતીસૂત્રમાં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય કાર્તિક શેઠ વિષે ઉલ્લેખ છે કે તેમણે “તમારમાયા ચોરસ ફુવારૂં” નું અધ્યયન કર્યું (સૂ૦ ૬૧૭). * તીર્થકર વિમલના પ્રશિષ્ય મહમ્બલ વિષે પણ એવો જ ઉલ્લેખ છે (સૂ૦ ૪૩૨). અન્તકૃદશામાં પણ તીર્થકર અરિષ્ટનેમિના શિષ્ય વિષે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલેખો છે (સૂ૦ ૪, ૫, ૭). અપવાદ માત્ર તેમના એક શિષ્ય ગૌતમનો છે, જેમને વિષે ઉલ્લેખ છે કે તેમણે “તે બં સે જોયમે...સામારૂં વિશ્વાસ T૬ મન્નિતિ (સૂ૦ ૧). ઉપરના ઉલ્લેખોને આધારે એટલું તો કહી શકાય છે કે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરોના કાળમાં ‘પૂર્વનું મહત્ત્વ હતું, અંગ”નું નહિ. અને તે ઉપરથી એમ કહી શકાય કે આગના સંકલનાકારને મતે “અંગની અપેક્ષા ‘પૂર્વ એ જૂનું સાહિત્ય હતું. આથી જ તે સાહિત્યનો સંગ્રહ દૃષ્ટિવાદમાં ‘પૂર્વગત” એવા મથાળામાં કરવામાં આવ્યું હોય એમ માનવામાં અસંગતિને અવકાશ નથી. પૂર્વજનું “શ્રત' તરીકે મહત્ત્વ એથી પણ સિદ્ધ થાય છે કે કર્મ સાહિત્યમાં અને અન્યત્ર જ્યાં શ્રુતનો વિચાર કરવામાં આવે છે ત્યાં માપદંડ તરીકે “અંગ” ૮. મરણસમાધિપ્રકીર્ણકમાં યુધિષ્ઠિરને ચતુર્દશપૂર્વ અને શેષ ચાર પાંડવોને એકાદશા ગીના જ્ઞાતા જણાવ્યા છે. ગા૦ ૪પ૯). ૯. શુના શિષ્ય શેલક સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા, એવો ઉલ્લેખ છે–જ્ઞાતા, સૂ૦ ૫૬. ૧૦. મલ્લિઅધ્યયનમાં પૂર્વભવની કથા પ્રસંગે મહાવિદેહમાં સ્થવિર પાસે દીક્ષિત થનાર બલ સામાચિત આદિ અગિયાર અંગ ભણ્યા–એવો ઉલ્લેખ છે–જ્ઞાતાસૂત્ર ૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy