________________
પલ
બંદી અને અષ્ટાવક્રને વાદ છે; તેમાં અને ઉત્તરોત્તર એકથી માંડીને તેર સુધીની ગણવામાં આવતી વસ્તુઓનું પરિગણન કરે છે આ ઉપરથી જણાય છે કે, પ્રાચીન કાળમાં સ્મૃતિસૌકર્યાની દૃષ્ટિએ સંખ્યા પ્રધાન રચનાઓ રચાતી હતી.
જૈન ગ્રન્થોમાં પણ સ્થાનાંગ-સમવાયાંગ સિવાયના ગ્રન્થોમાં પણ કેટલાંક પ્રકરણોમાં આવી સંખ્યા પ્રધાન રચનાને અપનાવવામાં આવી છે. જેમ કે, ઉત્તરાધ્યયનનું ૩૧મું અધ્યયન “ચારિત્રવિધિ’ નામનું છે, તેમાં એકથી માંડીને ૩૩ સુધીની સંખ્યામાં વસ્તુઓનું પરિગણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશવિધિમાં આવી પ્રક્રિયાને પણ સ્થાન હતું તે આ જ ગ્રન્થમાં આવેલ વિમલવાહન નામના ભાવી તીર્થકર (પૃ. ૨૭) ના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. અને એથી એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયનમાં આવેલ સંખ્યા ૧ થી ૩૩ ની બાબતે અને વિમલવાહનના ચરિત્રમાં જણાવેલ ભગવાન મહાવીરના ઉપદેશની તે જ બાબતો સમાન છે; એટલે એમ નિઃશંક કહી શકાય કે ભગવાનના ઉપદેશને સંખ્યાની દૃષ્ટિએ સાંકળવાની પ્રવૃત્તિ બહુ જ જૂના કાળથી પ્રચલિત છે. તેનું જ બૃહદ્રૂપ સ્થાનાંગ અને સમવાયાંગમાં જોવા મળે છે.
સ્થાનમાં પરિવૃઃિ આ ગ્રન્થની પદ્ધતિ જાણ્યા પછી એ જાણવું બહુ સરલ થઈ પડે છે કે આમાં સમયે સમયે કેવી જાતના ઉમેરા થયા છે. જે ઉમેરા સંખ્યાની દૃષ્ટિએ થયા છે છતાં જેને સંબંધ ઇતિહાસ સાથે પણ છે, તેવા ઉમેરાને તે તારવી શકાય છે અને એમને વિષે એમ કહેવાની શક્યતા છે કે અમુક સૂત્ર પાછળથી ઉમેરાયું જ હશે. આમાં નિદ્ભવ જેવાં સૂત્રોનો સમાવેશ (પૃ. ૨૬૬) થાય છે. પણ જે સંખ્યાબદ્ધ સૂત્રોમાં ઈતિહાસ અથવા સમયની કઈ સૂચના નથી, તે પાછળથી ઉમેરાયાં હોય છતાં આપણી સામે તેવાં સૂત્રો જુદાં તારવવાનું સાધન નથી.
પણ આ ગ્રન્થમાં એવાં ઘણું સુત્રો છે જે સમગ્ર ગ્રન્થની પદ્ધતિથી જુદાં પડે છે. તેમને વિષે નિશ્ચિતરૂપે કહી શકાય એમ છે કે, એ સૂત્રો આ ગ્રન્થની પદ્ધતિને અનુરૂપ નથી અને ગમે ત્યારે પણ પાછળથી પ્રવિષ્ટ થઈ ગયાં છે.
સ્થાનાંગમાં ભાવી તીર્થકર વિમલવાહનનું વિસ્તૃત જીવનચરિત્ર આવે છે (પૃ. ૭ર૭). તે નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયું છે તેમાં શંકાને સ્થાન નથી. સંપૂર્ણ ગ્રન્થની પદ્ધતિ એવી છે કે કશા પણ વિવરણ વિના માત્ર ગણુનાઓ આપી દેવી. પણ આમાં તે પ્રથમ સૂત્ર ૬૯૧માં જે જીવોએ ભગવાન મહાવીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org