SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શાસનમાં તીથંકર નામ-ગોત્ર નિષ્પન્ન કર્યુ તેવા નવનાં નામ ગણાવ્યાં છે. તેમાં ભાવી તીથકર રાજા શ્રેણિકનું નામ પણ છે. સૂત્ર ૬૯૨માં આગામી ઉત્સપિ`ણીમાં ચાતુર્યંમ ધર્મોના ઉપદેશ આપીને જે જીવા સિદ્ધ થશે તેવા નવનાં નામ ગણાવ્યાં છે. આમાં શ્રેણિક કે વિમલવાહનનું નામ નથી. અને ત્યાર પછી સૂત્ર ૬૯૩માં રાજા શ્રેણિકનો જીવ વિમલવાહન તી કર થઈને શું શું કરશે તે વર્ણવ્યું છે. આમ આ સુત્ર અહીં અસંબદ્ રીતે ગાઠવી દેવામાં આવ્યું છે એટલું જ નહિ પણ તેની પદ્ધતિ પણ સમગ્ર ગ્રન્થની નિશ્ચિત પદ્ધતિથી જુદી જ પડે છે. તેમાં માત્ર વિમલવાહનનું ચરિત્ર વળ્યું છે જે સમગ્ર ગ્રન્થથી જુદું' તરી આવે છે. તેને પ્રસ્તુત નવની સંખ્યા સાથે કશા જ સબંધ નથી. આથી એમ કહી શકાય કે બિમલવાહનનું ચરિત્ર ગમે ત્યારે પણ કોઈએ સ્થાનાં ગમાં ગોઠવી દીધુ છે; તે પ્રાથમિક સંક્લના નથી. આ જ પ્રમાણે સૂત્ર ૬૦૭માં (પૃ૦ ૬૪૬) નંદીશ્વરદ્વીપના અચનક પતાનુ વર્ણન આપવામાં આવ્યું છે. તે જોતાં પણુ એમ લાગે છે કે સખ્યા ચારના ક્રમમાં ચાર અચનક પતાનાં નામ આવે તેમાં કશું જ અયોગ્ય નથી. પણ અહીં તેા તે પતાનું' વિસ્તૃત વર્ણન પણ છે. તે બતાવે છે કે એ વનના ભાગ તા નિશ્ચિતરૂપે પાછળથી જ ઉમેરાયા છે. આ જ વસ્તુ સૂત્ર ૧૩૫ (પૃ૦ ૮) જેમાં ત્રણને પ્રત્યુપકાર દુષ્કર છે તે બતાવવામાં આવ્યું છે, તેને પણ લાગુ પડે છે. તેમાં પણ માત્ર ગણુતરી નથી પણ વિવરણ છે. આને મળતાં બીજાં સૂત્રો પણ છે જેમને વિષે નિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે તે બધાનું વિવરણુ પાછળથી જ ઉમેરાયુ' છે. જેમકે સુખશય્યા (પૃ૦ ૨૯), દુ:ખશય્યા (પૃ૦ ૩૦), મેાહનીય સ્થાનેા (પૃ૦ ૬૪), માયાવી (પૃ૦ ૧૩૭), વિભંગનાન (પૃ૦ ૨૬૯) આદિ. બળદેવ વાસુદેવનુ વર્ણન (પૃ. ૭૫૪) પણ પાછળથી જ ઉમેરાયું હોય તેમ તેનું વિવરણુ જોનારને લાગશે જ. વળી સ્વરમડલ પ્રકરણ (પૃ૦ ૮૭૯)ના અંતમાં ‘આમ આ સ્વરમંડલ પૂરુ થયુ' એમ કહેવામાં આવ્યુ છે તે સૂચવે છે કે એ આખું પ્રકરણ જ આમાં પાછળથી ગાઢવી દેવામાં આવ્યું છે. ટિપ્પણુમાં જણાવ્યા પ્રમાણે એ આખુ પ્રકરણ અનુયેાગદ્વારમાં પણ છે. પણ વસ્તુતઃ એ સ્વતંત્ર નાના પ્રકરણ ગ્રન્થ હરશે અગર કોઈ બીજા મોટા ગ્રન્થનું એક સ્વતંત્ર પ્રકરણ માત્ર હશે. તેને એમ ને એમ આમાં સોંપૂર્ણ ભાવે ગોઠવી દેવામાં આવ્યું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy