________________
સ્થાનાંગ--સમવાયાંગ ૧. પ્રાસ્તાવિક
૩૫મ-વસ હાર : આજથી બાર-તેર વર્ષ પહેલાં સ્થાનાંગ અને સમવાયાંગ એ એ અંગ ગ્રન્થોના અનુવાદ પૂંજાભાઈ જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત કરવા માટે આપી રાખેલે; પણ લડાઈની મેાંધવારી અને કાગળની અતને કારણે પડી રહેલ તે હવે પ્રકાશિત થાય છે એને આનંદ મને છે. પૂ. ૫. બેચરદાસજીએ ઉક્ત માળા માટે જ્ઞાતાધમ કથા અને ઉપાસકદશા એ બંને ગ્રન્થાના અનુવાદો કરી આપેલ તેમાં તેમણે શબ્દશઃ અનુવાદને બદલે સારાત્મક અનુવાદે કરવાની શૈલી સ્વીકારી હતી. એ જ શૈલીને વિકાસ શ્રી ગેાપાલદાસે તેમના અનુવાદોમાં કર્યાં છે. પશુ સ્થાનાંગ અને સમવાયાંગ એ બે અગગ્રન્થા બધા અગપ્રન્થામાં ભાત પાડે તેવી અનેાખા શૈલીમાં રચાયા છે; તેથી સારાત્મક અનુવાદ શકય ન હતા. એ બંને ગ્રન્થેામાં તત્ત્વાનુ નિરૂપણ વિવેચનાત્મક શૈલીમાં નહિ પણ પ્રતિપાદ્ય વિષયની ગણતરી કરીને કરવામાં આવ્યું છે; એટલે કે, પ્રતિપાદ્ય વિષયનું નિરૂપણુ ભેદપ્રતિપાદન દ્વારા કરવામાં આવ્યું છે. આથી સાર આપવા શકય ન હતા; એક પણ વસ્તુ ઊડી શકાય તેમ ન હતી; એટલે મેં આમાં સ્વતંત્ર શૈલી અપનાવી છે.
સ્થાનાંગમાં એકવિધથી માંડીને દર્શાવધ સુધીની વસ્તુની ગણતરીએ ક્રમશઃ દૃશ સ્થાન અથવા ફ્ળ અધ્યયનમાં આપવામાં આવી છે. ત્યારે સમવાયાંગમાં શથી આગળ પણ એવી ગણતરીને લઈ જવામાં આવી છે. આથી વિષયના પ્રતિપાદનમાં વસ્તુ-સંગતિના ક્રમને બદલે ભેદ-સંગતિના ક્રમને સ્વીકાર્યાં છે. પરિણામે, જે કાંઈ વસ્તુ એક હોય, તે એક સાથે ગણી દીધી છે; અને તે જ પ્રમાણે વિષયને બદલે સખ્યાને મહત્ત્વ આપીને બન્ને ગ્રન્થામાં પ્રતિપાદન થયુ` છે. પરિણામ એ આવ્યું છે કે, જીવ જેવી કાઈ પણ એક વસ્તુનુ` સમગ્રભાવે પ્રતિપાદન કેવુ. છે એ જાણવું અધરું થઈ પડે છે. એકેક કે બબ્બે કે દશ દૃશ કઈ કઈ વસ્તુ છે, તેમનુ' સંકલન કરીને મૂકવામાં સ્મૃતિને સરલતા પડે એ હેતુ હાય; પણ એથી સમગ્રભાવે કોઈ પશુ એક વિષયનું સ`ક્લન કહેણુ પડે છે. સ્મૃતિજીવીઓ માટે આ બન્ને પ્રથા ઉપકારક જરૂર થયા હશે; પણ આજે સ્મૃતિ ઉપર એવા અનાવશ્યક ભાર આપવાને કશું જ કારણુ નથી. વળી એકથી દશ સુધીની સખ્યામાં સ્થાનાંગ અને સમવાયાંગમાં ઘણું જ સરખાપણું
થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org