SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે. એટલે એ બંને ગ્રન્થોના પૃથફ પૃથફ અનુવાદોને બદલે મેં બન્ને ગ્રન્થને અનુવાદ એક સાથે કરવાનું ઉચિત માન્યું અને સંખ્યાના પ્રાધાન્યને બદલે વિષયનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. એટલે કે આ અનુવાદમાં વિષયોનું વર્ગીકરણ કરીને તેમની ગોઠવણી કરી છે, અને જ્યાં સ્થાનાંગ અને સમવાયાંગનું પ્રતિપાદન સરખું છે, ત્યાં બન્ને પ્રત્યેના સૂત્રાંકે આપી દીધા છે; વસ્તુનું પુનરાવર્તન કર્યું નથી. વર્ગીકરણ કરવામાં ત્રુટિ રહેવાનો સંભવ છે; અને એવો પણ સંભવ છે કે અમુક વર્ગમાં મૂકેલી અમુક વસ્તુને બીજા વર્ગમાં મૂકી શકાય. પણ એકંદર જે વર્ગકરણ કર્યું છે, તે સંગત છે, એમ મને લાગે છે. મૂળના શબ્દોની વ્યાખ્યા જ્યાં જરૂરી હતી ત્યાં આવ–ડેશ કરીને અથવા કૌસમાં આપી છે. જ્યાં જરા વધારે વિવરણની આવશ્યકતા હતી, ત્યાં તેવું વિવરણ કરીને પાનાની નીચે આપી દીધું છે. અને જ્યાં લાંબા વિવરણની આવયતા હતી, ત્યાં તેમ કર્યું છે. પણ તેવા લાંબા વિવરણને “ટિપ્પણના નામે પ્રત્યેક પ્રકરણના અંતે આપ્યું છે. વળી આ ગ્રન્થોમાં આવતા અનેક વિષયો જેનાગામમાં અન્યત્ર પણ મળી આવે છે તેની પણ નેંધ ટિપ્પણમાં લીધી છે. આ રીતે આ અનુવાદ માત્ર શુષ્ક ગણતરીઓને નથી રહ્યો. - બૌદ્ધ પિટકમાં અંગુત્તરનિકાય અને પુગ્ગલપત્તિ એ બંને ગ્રન્થ પણ આ અંગગ્રન્થની શૈલીમાં જ લખાયા છે; એટલું જ નહિ પણ આ બંને ગ્રન્થોનું અને તેમનું વિષયસાદશ્ય પણ ઘણે ઠેકાણે છે. એથી મેં ટિપણમાં અને પાનાની નીચે એ ગ્રન્થ સાથે તુલાના પણ કરી છે. આજથી બાર વર્ષ પહેલાંના મારા અનુવાદમાં એ સમયની મારા જ્ઞાનની મર્યાદા પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે. આજે ફરી આ ગ્રન્થોને અનુવાદ કરવાને હોય, તે તેમાં ઘણી નવી સામગ્રી ઉમેરવાને અવકાશ છે એમ મને આ અનુવાદગ્રન્થનાં પ્રફ તપાસતાં જણાયું છે. પણ એ ઇચ્છાનું સંવરણ કર્યા વિના છૂટકે હિતે નહિ. કારણ, તેમ કરવા જતાં બે ભાગ જેટલા દળમાં પ્રકાશિત થતા આ ગ્રન્થનું કદ કદાચ ચાર ભાગ જેટલું થઈ રહેત; અને એમ કરવું તે ગ્રન્થમાલાની - મર્યાદાની બહાર થઈ જાત. તેમાં પ્રકાશિત થયેલા બીજા ગ્રન્થમાં અપનાવાયેલી મધ્યમમાગી શૈલી–બહુ લાંબું નહિ તેમ બહુ ટૂંકું પણ નહિ–ને ભંગ થાત અને ક્ષાતાં બીજો વધુ સમય સહેજે નીકળી જાત. એટલે જે રૂપે તૈયાર હતે તે જ રૂપે તેને ધ્યાનમાં આવેલી જાતિઓ દૂર કરીને પાવી દીધો છે. આમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy