SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પ્રમાણને બીજે ભેદ નયપ્રમાણ પણ છે (સૂ) ૬૨૭, ૪૭૩-૪૭૬): પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે સાંપ્રતકાલમાં નોમાં અવતારણા થતી નથી તેથી એનો વિચાર કરતા નથી. વળી, સુજ્ઞ પુરુષ હોય તે નયાવતાર પણ કરી શકાય છે એવી સૂચના તેમણે આપી છે (ગા. ૯િ૪૫). પ્રમાણન એક સંખ્યા પ્રમાણ નામે પણ ભેદ છે (સૂ૦ ૪૨૭, ૪૭– પર૦). તે વિષે પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્રનું સ્પષ્ટીકરણ છે કે નામ આદિ આઠ પ્રકારની સંખ્યામાંથી પરિમાણ સંખ્યા (સૂ૦ ૪૯૩) માંની કાલિક સૂત્ર સંખ્યા અહીં પ્રસ્તુત છે અને સામાયિકને પરિત એટલે કે પરિમિત પરિમાણવાળું સમજવાનું છે (ગા. ૯૪૬). ઉપક્રમને ચે અધિકાર વકતવ્ય વિષે છે (સૂ૦ ૯૨, ૫૨૧-૫૨૫). આનું તાત્પર્ય એવું છે કે પ્રસ્તુતમાં સામાયિકમાં માત્ર સ્વસમયસ્વસિદ્ધાંતની ચર્ચા છે, પરતીર્થિકના કે સ્વ–પર ઉભયના સિદ્ધાન્તની ચર્ચા નથી (ગા) ૯૪૭); અને પરસિદ્ધાન્તની ચર્ચા ક્યાંઈક જેવામાં આવે તે પણ તેને સ્વસિદ્ધાન્તની જ સમજવી જોઈએ, કારણ કે સમ્યગૂદષ્ટિ પુરુષ જે કાંઈ ગ્રહણ કરે છે તે તેને માટે સ્વસમય જ બની જાય છે. કારણ કે સમ્યકત્વ તે અનેક મિથ્યાદર્શનના સમૂહરૂપ છે, તેથી સમ્યગુદષ્ટિને તે પરસિદ્ધાંત પણ સ્વસમયને ઉપકારક હોઈ સ્વસિદ્ધાંત જ બની જાય છે (ગા૯૪૮-૯૪૯). - ઉપક્રમને પાંચમે અધિકાર છે–અર્વાધિકાર (સૂ૦ ૯૨). આપણે પ્રથમ જોયું છે કે અનુયોગમાં ઉપક્રમચર્ચામાં માત્ર અર્થાધિકારપ્રસંગે જ આવશ્યકસૂત્રના છ યે અધ્યયનોના અર્વાધિકાર જણાવી દીધા છે (સૂ૦ ૫૨૬). આચાર્ય શ્રી જિનભદ્ર જણાવે છે કે પ્રથમ અધ્યયનને જે અર્થાધિકાર છે તે સમુદાયાર્થીને એટલે સમગ્રગ્રંથના પ્રતિપાદ્ય વિષયને એકદેશ છે. અને તે સ્વસમય સ્વસિદ્ધાંતને પણ એકદેશ છે (ગા૯૫૦). ઉપક્રમને છઠ્ઠો અધિકાર છે–સમવતાર (સૂ૦ ૯૨). તેના નામાદિ અનેક ભેદ છે (સૂ) પર૭–૫૩૩). સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વ આદિ જે ધારે છે તેમાં તે તે અધ્યયને વિષેને સમાવતાર કરવો–એટલે કે સામાયિક આદિ અધ્યયનોની આનુપૂર્વી આદિ પાંચ બાબતો વિચારીને યોજના કરવી. આપણે પૂર્વમાં તે પેજનાં સંક્ષેપમાં બતાવી જ છે એટલે સમવતાર વિષે હવે બીજે કઈ વિચાર કરવાનો રહેતા નથી. આ બાબત આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે (ગા. ૯૫૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy