SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ વિવરણ કરવામાં આવ્યું નથી, તેથી પ્રસ્તુત શું છે તે ધ્યાનમાં આવતું નથી, પણ સામાન્ય સિદ્ધાંતનું જ્ઞાન માત્ર થાય છે. આથી આ બાબતને સ્પષ્ટ કરવા આચાય જિનભદ્રે વિશેષાવશ્યક ભાષ્યમાં ઉત્ક્રમમાં શું શું જરૂરી છે તેને સાર એટલે કે અનુયેાગદ્વારની પ્રસ્તુત ચર્ચા(સ્૦ ૯૨-૫૩૩, સાર ઉપક્રમના સંક્ષેપમાં અધિકારા’~એવા નિર્દેશ સાથે આપી દીધા છે (ગા॰ ૯૧૨–૯૧૬), તેની પ્રસ્તુતમાં ચેજના આ પ્રમાણે છે— ગુરુને અભિપ્રાય પેાતાને અનુકૂળ થાય એવું આચારણ કરવું, જેથી તેઓ પ્રસન્નતાથી વાચના માટે ઉન્નત થાય, આ ભારાપક્રમ છે. (વિશેષા॰ સ્વા॰ ૯૨૪–૯૩૩). ઉપક્રમનેા પ્રથમભેદ આનુપૂર્વી છે. એટલે સામાયિક અધ્યયનની આનુપૂર્વી ના વિચાર કરવા એટલે કે છ યે અધ્યયનેામાં તેનું સ્થાન (ગા ૯૩૪-૯૩૮) શું છે, આગળ અને પાછળથી તથા અન્ય અનેક રીતે ગણીએ તે તેનું સ્થાન કયું ક્યુ આવે તે વિચાર—આ આનુપૂર્વી ને સામાન્ય વિચાર --~~અનુયાગદ્વારમાં અનેક સૂત્રેામાં છે (સ્૦ ૯૩-૨૦૭). ઉપક્રમમાં ખીજું દ્વાર છે નામ (સ્૦ ૨૦૮-૩૧૨). તેની ચર્ચાને સાર. આચાર્ય શ્રી જિનભદ્ર જણાવે છે તે પ્રમાણે, નામના જે શપ્રકારે છે (સ્૦ ૨૩૩) તેમાંથી વિવિધ નામ અહીં વિવક્ષિત છે અને તેમાં પ્રસ્તુત અધ્યયન શ્રુતમાં સમાવિષ્ટ હોઈ તે ક્ષાયેાપશમિક ભાવમાં અંતગ ત સમજવું (ગા૦ ૯૪૦). ઉપક્રમનું તીજું દ્વાર છે પ્રમાણ (સ્૦ ૩૧૩-૫૨૨). તેની પ્રસ્તુતમાં યેાજના એ છે કે વ્યાદિ ચાર ભેદે પ્રમાણુ વિચાર છે. તેમાં પ્રસ્તુત સામાયિક ભાવપ્રમાણમાં (સૂ॰ ૪ર૭) સમાવેશ પામે છે. અને ભાવપ્રમાણમાં પણ જે ગુણપ્રમાણ (સ્૦ ૪૨૮) છે તેમાં સામાયિક જીવને જ્ઞાનગુણ છે. અને તે પ્રત્યક્ષાદિ ચાર (સૂ૦ ૪૩૬) પ્રકારમાંથી આગમપ્રમાણ રૂપ (સ્૦ ૪૬૭) છે અને આગમમાં પણ લેાકેાત્તર આગમમાં સમાવિષ્ટ છે. આગમના અન્ય પ્રકારે ભેદા સુત્તાગમે ઇત્યાદિ પણ થાય છે (સ્૦ ૪૭૦), તેનેા વિચાર કરીએ તેા પ્રસ્તુતમાં સામાયિક સૂત્ર, અ અને તદ્રુભય એ ત્રણે પ્રકારના આગમરૂપ છે (ગા॰ ૯૮૨). અને ગધર ગૌતમના તે ત્રાગમ આત્માગમ છે કારણ કે તેમણે સૂત્રરચના કરી છે. શ્રીજ ખૂઆર્દિ તેમના સાક્ષાત્ શિષ્યને અનંતરાગમ છે અને તે પછીના અન્યને માટે તે પરંપરાપ્રાપ્ત છે (ગા ૯૪૩). અક્ષંગમને વિચાર કરીએ તે સામાયિક તીથ કરને આત્માગમ છે, ગૌતમાદિ ગણધરને અનંતરાગમ અને શેષ શિષ્યપ્રશિષ્યાને પરંપરા પ્રાપ્ત હોઈ પરંપરાગમ છે (ગા૦ ૯૪૪). ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy