________________
અહિંસા અને જૈન આગમની ટીકાની અહિંસામાં વિશેષ ભેદ રહ્યો નહીં. આમ પરિસ્થિતિએ પલટો ખાધે તેમાં પણ ભગવાન મહાવીરે યજ્ઞ આદિમાં જે આત્યંતિક હિંસા હતી તેના સ્થાને આત્યંતિક અહિંસાનું પ્રતિપાદન કર્યું હતું, તે હવે ઢીલું પડયું. બે આત્યંતિક બહુ લાંબો કાળ ટકે નહીં. એ હકીકત છે એટલે છેવટે મધ્યમાર્ગીય અહિંસા પણ થઈ અને હિંસા પણ મધ્યમાર્ગે આવી ઊભી રહી. ધર્માચરણમાં યજ્ઞોના અનુષ્ઠાનમાંથી હિંસા લગભગ નિરસ્ત થઈ તેમ અહિંસાના અતિ કઠોર માર્ગમાંથી અહિંસાનું આચરણ પણ મધ્યમ માર્ગે આવી ઊભું રહ્યું. “અતિ સર્વત્ર વર્જયેતુને સિદ્ધાંત જ છેવટે સ્વીકાર્ય બને છે, તે આ આત્યંતિક હિંસા અને આત્યંતિક અહિંસાના ઇન્દ્રમાં પણ જોવા મળે છે.
પૂર્વવર્ણિત જેન નિષ્ઠાઓને આધાર બનાવી આગમેતર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર ધ્યેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જેન આચાર્યોએ લલિતવા-મયનું પણ જે ખેડાણ કર્યું, અને તે નજીવું નથી, તેમાં પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શૃંગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તે સાધુનો આચાર સ્વીકારવામાં આવે અને તેને પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યાવસાન હોય, અને બીજે પક્ષે જે હિંસા આદિ દૂષણે હોય તો તેનું પરિણામ નરક્યાતના દેખાડવામાં આવે. આમ સણની પ્રતિષ્ઠા અને દુષ્ટગુણનું નિરાકરણ આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથા-સાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેને સૂર કરે છે. એ જ જાણવું આપણે માટે બસ છે.
જન આચારને પા જે સામાયિક છે તો જનવિચાર અથવા દર્શનને પાયો નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ છે. જીવો પ્રત્યે સમભાવ એ જે આચારમાં સામાયિક હોય તો વિભિન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તો નયવાદ અનિવાર્ય છે. અર્થાત વિચારમાં સમભાવ એ જૈન દર્શનનો પણ પાયો માનીએ તે ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિક નો પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરે તો અસ્થાને નહીં લેખાય. કારણ કે ભારતીય દર્શનમાં વિવાદ નહીં પણ સંવાદ લાવવાનો જે મહાન પ્રયત્ન જૈન દાર્શનિકેએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org