________________
કર્મીના ક્ષય કરવામાં જ તેના ઉપયાગ છે. જેથી શીઘ્ર ક`વિહીન થઈ શકાય.
ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુષ્ઠાન એ વ્યક્તિગત છે. સામૂહિક નથી. યના જે થતાં તે પુરૈાહિતના આશ્રય કે સહાય. વિના થતા નહીં, પણ જૈન ધર્મોમાં ધાર્મિક કાઈ પણ અનુષ્ઠાન હેાય તે વ્યક્તિગત જ હોય. સામુહિક ન હેાય—ભલે જીવે સમૂહમાં રહેતા હાય, એક ઠેકાણે એકત્ર થઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં હોય, પણ તે અનુષ્ઠાન તા વૈયક્તિક જ હાવું જોઈએ. આવી જૈન ધર્મની પ્રારંભિક માન્યતા હતી. જીવ પેાતે જ પેાતાનેા માદક છે. અને માર્ગે ચાલનાર પણ છે. બીજો પ્રેરક હાય તેવું બને પણ પ્રેરણા પ્રાપ્ત કરી અનુષ્ઠાન તે વ્યક્તિએ જ કરવાનુ રહે છે. આથી આના પ્રેરક તીર્થંકર થયા, ધર્માનુષ્ઠાનનેા મા કરી આપનાર થયા પણ તેમના બતાવેલ માર્ગે જવાનું કામ તો સાધકનું જ નિશ્ચિત થયું. આથી ઈશ્વરનું સ્થાન જૈન સાહિત્યમાં તીથંકરે લીધું. જે માત્ર માદક કે મા કારક છે, પણ તે ખીજાનું કલ્યાણ કરવા કે તેને દંડ દેવા શક્તિમાન નથી. તેમના આશીર્વાદથી કશું થાય નહી. પણ તેમના દેખાડેલા માર્ગે ચાલીને જ કાઈ પેાતાનું કલ્યાણ કરી શકે છે. આમ ભક્તિ ખરી પણ તે એકપક્ષીય ભક્તિ જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. એ ભક્તિમાં લેવડ-દેવડ નથી. માત્ર આદર્શ ની ઉપસ્થિતિ છે. આમ જૈન દર્શનમાં ઈશ્વરની કે ભગવાનની સમગ્રભાવે નવી જ કલ્પના ઉપસ્થિત થઈ અને એની પુષ્ટિ સમગ્ર જૈન સાહિત્યમાં જોવા મળે છે. જેનેએ વૈશ્વિકાની જેમ અનેક મદિરા-પૂજા આદિ ભક્તિ નિમિત્તે ઊભાં કર્યાં પણ તેમાં બિરાજમાન ભગવાન વીતરાગી છે એટલે ભક્તની ભક્તિથી પ્રસન્ન પણ નથી થતા અને અભક્તિથી નારાજ પણ નથી થતા.
આ પ્રકારની કેટલીક મૌલિક વિશેષતાએથી આગમ નામે એળખાતું જૈન સાહિત્ય સમૃદ્ધ છે. એ સાહિત્યની જે ટીકા રચાઈ તેમાં મૌલિક ધારણાઓ તો કાયમ જ રહી પણ જે કઠેર આચરણની અપેક્ષા મૂળમાં રાખવામાં આવી હતી. તેનું પાલન સહજ ન હતું અને વળી ધર્માં જ્યારે એક સમૂહને ધ અને છે, તેના અનુયાયીઓને એક વિશાળ સમાજ બને છે, ત્યારે તેના મૌલિક કઠાર આચરણમાં દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તીત કરવું પણ અનિવાયૅ બને છે. અને તે માટેની સગવડ મૂળ આગમના ટીકાકારાએ કરી આપી છે. અહિંસા આદિની જે મૌલિક વિચારણા હતી તેમાં બાંધછેડ પુણ્ કરી આપી છે. તે ત્યાં સુધી કે એ બંધછેડ એવી બની ગઈ કે ગીતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org