________________
જૈન દર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ ક્યારે થયું તો તેને જવાબ છે કે તે આચાર્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થ સૂત્રથી. તે પૂર્વે અન્ય ભારતીય દર્શનમાંના વિચારની વ્યવસ્થા થઈ ચૂકી હતી. તેનું સમર્થન પણું થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે,
જ્યાં સુધી બે વિરોધી પક્ષોની ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી સ્યાદ્વાદને અવકાશ જ નથી. તત્ત્વાર્થસૂત્રગત જેન તરની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદને ઉદય થયો જેને પરિણામે જેનોને અને કાંતવાદ દાર્શનિકક્ષેત્રે પ્રચલિત બન્ય. આચાર્ય સિદ્ધસેને ભારતીય વિવિધ દાર્શનિક મંતવ્યોની સંમતિતમાં ફાળવણી વિવિધ નયામાં કરીને અનેકાંતવાદનો માર્ગ મોકળો કરી આપ્યો. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનેમાં એકઅનેક–આદિ કે સત્કાર્ય આદિ કે પુરુષ–નિયતિવાદ આદિ કે ધ્રુવ...અધવ આદિ કે વા–અવાચ્ય આદિ જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દૃષ્ટિએ જોવાના માર્ગો છે. તે સંપૂર્ણ સત્ય નથી પણ આંશિક આપેક્ષિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદોમાં પોતાની દૃષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દૃષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાદોને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા ઉત્થાપના બતાવી સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પિતાની જ નહીં પણ અન્યની દષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે, એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે અને એ પ્રકારે નયવાદથી નિષ્પન્ન અનેકાંતવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થદર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે.
મલવાદીએ સ્થાપેલી આ જૈનદાર્શનિક નિષ્ઠાને આધારે સમગ્ર જૈન દાર્શનિક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાર્શનિકેના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયો છે.
ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત-નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યામાં પણ જેનેનું પ્રદાન નજીવું નથી. તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જેનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કરશે સંબંધ નથી. એટલે તે જૈન રચિત સાહિત્ય ખરું
Jain Education Infernational
For Private & Personal Use Only
www.jainelibrary.org