SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શબ્દ ઉપરાંત કમ શબ્દનો પણ વ્યવહાર થવા લાગ્યા. ત્યારે પ્રારંભમાં તો ક્રિયાવાદ અને કર્મવાદ બનને શબ્દોનો એકબીજાના પર્યાયરૂપે એકસાથે પ્રયોગ થવા લાગ્યો. અને જયારે એ નક્કી થઈ જ ગયું કે બંને એકાર્થક જ છે ત્યારે ક્રિયાવાદ શબ્દ તો ભૂંસાઈ જ ગયો, અને કર્મવાદ શબ્દ જ પ્રચલિત થઈ ગયો. આમ થવાનું એક બીજું કારણ એ પણ છે કે કર્મવિચારની સૂક્ષ્મતા. જેમ જેમ વધતી ગઈ તેમ તેમ જૂના ક્રિયાવિચારથી તે દૂર પણ થતો ગયો. એટલે અંતે જૂના ક્રિયાવિચારની પદ્ધતિ સાથે એની સંગતિ રહી નહિ, પરિણામ એ આવ્યું કે ક્રિયાવિચારની પૂર્વભૂમિકારૂપે એટલે કે એક એતિહાસિક કડીરૂપે જ આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને તે કેવો હતો તેની ઝાંખી પ્રસ્તુત. પ્રજ્ઞાપનાનું ક્રિયાપદ, સૂત્રકૃતાગગત ક્રિયાસ્થાન (૨.૨) અને પ્રત્યાખ્યાનક્રિયા (૨.૪) એ બે અધ્યયન તે કરાવે જ છે, ઉપરાંત ભગવતીમા અનેક પ્રસંગે જે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે તે પણ તે કાળે ક્રિયા ચર્ચાનું કેટલું મહત્ત્વ હતું તે સૂચવી જાય છે. ક્રિયાવિચારનું મહત્ત્વ ઘટી કર્મવિચારનું મહત્ત્વ વધ્યું. એ બાબતમાં એક એ પણ પ્રમાણે છે કે પખંડાગમમાં કર્મવિચારણે, તો ભરી પડી છે. પણ આગમોમાં–ખાસ કરી પ્રજ્ઞાપના અને ભગવતીમાં–જે પ્રકારની ક્રિયાવિચારણું છે તેવી વિચારણું ખંડાગમમાં જોવામાં આવતી નથી. વળી, એ બાબત પણ જાણવી જરૂરી છે કે ક્રિયાવિચારકોમાં એવા પણ હતા. જેઓ ક્રિયાથી જુદું કોઈ કર્મરૂપ આવરણ માનતા નહિ.૧૦ તેમના જ્ઞાનને વિર્ભાગજ્ઞાન કહેવામાં આવ્યું છે, આ સૂચવે છે કે પૌગલિક કર્મ, જે આત્માના આવરણરૂપે કર્મવાદમાં જૈન આગમમાં મનાયું છે, તે મૂળ ક્રિયાવિચારના પ્રારંભમાં મનાતું ન હતું. જે ક્રિયા–કર્મનું ફળ મળવાનું હોય અને તે પણ ૭. આચારાંગસૂત્રને પ્રારંભિક ભાગ અને દીઘનું સેણદંડસુત્તા બનેમાં બંને શબ્દો એકસાથે જ વપરાયા છે. ૮. ભગવતીમાં જણાવ્યું છે કે પ્રથમ ક્રિયા પછી વેદના અને શ્રમણને પણ પ્રમાદ અને યોગને કારણે ક્રિયા છે. સૂ૦ ૧૫૧; ૧૫ર, (૩. ૩), વળી. એ કહ્યું છે કે ક્રિયા છે ત્યાં સુધી મુક્તિ પણ નથી.–સૂ૦ ૧૫૩. ૯. ૧. ૧૦; ૩૦. ૧; ૩. ૩; ૭. ૧; ૭. ૧૦; ૨. ૮, ૧૮. ૮; ૬. ૩. જુઓ. ભગવતીસાર, પૃ. ૩૪, ૫૯૭. ૧૦. સ્થા૦ ૫૪૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy