SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ૨. નારકાદિ છે અનન્તર ભવમાં કે વ્યવધાનથી અન્તક્રિયા (મેક્ષ) કરે છે ? ૩. નારકાદિ છે અનન્તર ભવમાં અન્તકિયા (મોક્ષ) કરે તે એકસમયમાં કેટલા કરે ? ૪. નારકાદિ છે ઉવૃત્ત થઈ (મરીને) કઈ યોનિમાં જાય ? ૫. નારકાદિ જો મરીને તીર્થંકર થઈ શકે ? કે. , ,, ,, ચક્રવતી થઈ શકે? છે. , , , બળદેવ થઈ શકે? ૮. • » , વાસુદેવ થઈ શકે ? ૯. , , માંડલિક , ? ૧૦. " , , રત્ન છે ? આ કારને આધારે કહી શકાય કે અન્તક્રિયા શબ્દ બે અર્થમાં વપરાય છે. પ્રથમ ત્રણ ધારેમાં અનક્રિયા એટલે મેક્ષની ચર્ચા છે, અને પછીનાં ધારને સંબંધ પણ અન્તક્રિયા સાથે છે, પણ ત્યાં તેનો અર્થ મરણ લઈએ તે ઘટે. ઉપરાંત, આ દ્વારમાં અન્તક્રિયાને અર્થે મોક્ષ પણ ઘટે, કારણ કે તે દ્વારોમાં તે તે એનિમાં ઉઠના આદિ કરનારને મેક્ષ સંભવે કે નહિ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો છે. પ્રથમ ઠારને સાર એ છે કે માત્ર મનુષ્યો જ મોક્ષ પામી શકે છે, અને તે પણ બધા જ નહિ–(૧૪૦૮ [૩]). જીવના નારકાદિ અનેક પર્યાયે થાય છે એટલે નારક આદિ પર્યાયમાં રહેલ છવ મનુષ્યભવમાં જઈ મુક્ત થઈ શકતો હોઈ નારકાદિ વિષે પણ એમ તે કહી શકાય કે કેઈ નારકાદિ મુક્ત થાય છે અને કઈ નથી થતા (૧૪૦૭ [૨]). બીજા દ્વારમાં એ વિચારણું છે કે નારકાદિ જેવો અનન્તરાગત કે પરંપરાગત થઈને અંતક્રિયા કરે છે? એટલે કે નારકાદિ ભવમાંથી મરીને વ્યવધાન વિના જ મનુષ્યભવમાં આવીને મોક્ષ પામે છે કે નારકાદિ પછીના એક કે અનેક ભવો કરી પછી મનુષ્યભવમાં મુક્તિ પામે છે? આને ઉત્તર એ છે કે પ્રથમ ચાર નરકમાંથી આવનારમાં બન્ને પ્રકાર સંભવે છે. પરંતુ પછીના ત્રણ નરકોમાંથી આવનાર માત્ર પરંપરાગત હોય તે (એક કરતાં વધુ ભવ કરે તો) જ અંતક્રિયા કરે અર્થાત્ મોક્ષ પામે. બધા જ ભવનપતિ, પૃથ્વી, અપ્લાય અને વનસ્પતિમાંથી આવનારમાં બને પ્રકાર સંભવે છે. તેજ, વાયુ, દિ-ઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય માંથી આવનારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy