SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २०८ સત્તરમું “લેશ્યા પદ : વેશ્યાનિરૂપણ લેશ્યાનું નિરૂપણ કરનાર પદના છ ઉદ્દેશ છે. ઉદેશોમાં કોઈ વ્યવસ્થિત ધારણે કમનિયમન થયું હોય એમ જણાતું નથી. પ્રથમ ઉદેશમાં તો વળી અનેક દ્વારોમાં એક વેશ્યાદ્વાર હોઈ તે પ્રકરણને વેશ્યાપદમાં સંધરવામાં આવ્યું હોય એમ જણાય છે. આ પદ એ સ્પષ્ટ કરે છે કે આય શ્યામાચાયે કેટલાંક પ્રકરણે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં પરંપરામાં જે રીતે ચાલ્યાં આવતાં હશે તેમ તેને માત્ર સંગ્રહ જ કર્યો છે. આ વાતની પુષ્ટિ ભાષાપદથી પણ થાય છે. ષટ્રખંડાગમમાં લેશ્યા ૧૪ માગણાસ્થાનમાં સ્થાન પામી છે, તેથી તેની ચર્ચા અનેક સ્થળોમાં મળે એ સ્વાભાવિક છે. પુ. ૧, પૃ૦ ૧૩૨, ૩૮૬ આદિ; ૫૦ ૭, પૃ. ૪૫૯ આદિ; પુ. ૪, પૃ. ૨૦૦ આદિ વગેરે. પ્રથમ ઉદ્દેશમાં નારક આદિ ૨૪ દંડકે વિષે આહાર, શરીર, શ્વાસોચ્છવ્વાસ, કમર, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને આયુ–એ બધું વિષમ છે તે શા માટે, તેનું સ્પષ્ટીકરણ કર્યું છે (૧૧૨૪-૧૧૫૫). આ ઉપરથી કેટલીક જાણવા જેવી બાબતે એ ફલિત થાય છે કે નારકમાં જેનું શરીર મોટું તેના આહારાદિ વધારે અને જેનું નાનું તેના આહારાદિ થોડા (૧૧૨૪); જે પ્રથમના જન્મેલા હોય તેનાં કમ છેડાં અને જે પછી જન્મેલા હોય તેનાં કમ વધારે (૧૧૨૫); પહેલા જન્મેલાનાં વણું અને લેણ્યા વિશુદ્ધતર અને પછી જન્મેલાનાં વણ અને લેગ્યા અવિશુદ્ધ (૧૧૨૬–૧૧૨૭); સંજ્ઞીને મહાવેદના અને અસીને અ૫ર (૧૧૨૮); સમ્યગદષ્ટિને ક્રિયા ઓછી અને અન્યને વધારે (૧૧૨૯); નારકનું આયુ બધાનું સરખું હોતું નથી (૧૧૩૦). ૧. લેવિચાર જેન આગમ અને કર્મસાહિત્ય તથા જૈન દર્શનગ્રંથમાં અને જેતરમાં કેવા પ્રકારનો છે તેની વિસ્તૃત માહિતી માટે જુઓ, લેગ્યાકેષ સંપાદક, મોહનલાલ બાંડિયા તથા શ્રીચંદ ચોરડિયા, કલકત્તા, ૧૯૬૬; લેશ્યાque call 2441 H12 Yan Sehubring, Doctring of the Jajnas : p. 195. નારકોની સંજ્ઞી-અસંજ્ઞી એવા ભેદ જે અહીં કરવામાં આવ્યા છે તેથી સૂચિત થાય છે કે આ પ્રકરણ તે શબ્દોની પરિભાષા નિશ્ચિત થયા પ્રવે રચાયેલ છે. આથી જ આચાર્ય મલયગિરિને આ શબ્દોની પ્રસ્તુતમાં વ્યાખ્યા કરવામાં અને વિકલ્પ કરવા પડ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy