SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કરાવતી હાય તે ભાષા સત્ય છે અને અયથાર્થ નિશ્ચય કરાવતી હોય તે તૃષા છે; આમ પર્યાપ્તાના ભેદ એ છે ઃ સત્યભાષા અને મૃષાભાષા (૮ ૬૧). યથાર્થ કોને કહેવુ" એ પણ અપેક્ષાભેદથી નક્કી કરવું પડે છે. આથી સત્યભાષાના અપેક્ષાભેદે શ ભેદેા છે : ૧. જનપસત્ય, ૨. સમ્મતસત્ય, ૨. ૩. સ્થાપનાસત્ય, ૪. નામસત્ય, ૫. રૂપસત્ય, ૬. પ્રતીત્યસત્ય. ૭. વ્યવહારસત્ય ૮. ભાવસત્ય ૯. યેાગસત્ય અને ૧૦. ઔપમ્યસત્ય (૮૬૨).૧૧અસત્ય અથવા તે। તૃષા ખેલવા પાછળ અનેક કારણે! હાય છે, આથી એ કારણભેદે મૃષા અર્થાત્ અસત્યભાષાના જે ભેદો છે તે પશુ દા છે ઃ ૧. ક્રાનિઃસૃત ૨. માયાનિઃસૃત ૪. લાભનિઃસૃત, ૫. પ્રેમનિઃસૃત, ૬. દ્વેષનિઃસૃત, ૭. હાસ્યનિઃસૃત, ૮. ભયનિઃસૃત ૯. આખ્યાનિકનિઃસૃત ૧૦. ઉપશ્ચાત નિઃસૃત (૮૬૩). અપર્યાપ્તા ભાષાના બે પ્રકાર છે : સત્યા-મૃષા અસત્યા-મૃષા (૮૬૪). આમાંથી સત્યામૃષાના દેશ (૮૬૫) અને અસત્યા-મૃષાના ખાર ભેદો છે (૮૬૬), જેમાં અસત્ય અભિપ્રેત હોય તે સત્યા મૃષા કહેવાય. અને જેમાં સત્ય કે મિથ્યાના સબંધ ન હોય તે અસત્યા-મૃષા; એટલે કે કોઈને મેલાવવા હાય ા કહેવું કે એ દેવદત્ત ! ઇત્યાદિ. તેના ભેદોનું વિવરણ ટીકાકારે કર્યુ છે, તેથી અહીં તેના વિસ્તાર કરવાની જરૂર નથી (પ્ર૦ ટી૦, ૨૫૯). માનું છુ”, ચિતવું છું.આ પ્રકારની ભાષા અવધારણી નિશ્ચયાત્મક કહેવાય છે (૮૩૦) અને તે સત્યાદિ ચારેય પ્રકારે સંભવે છે. જે ભાષા ખેાલવાથી ધર્માંની આરાધના થાય તે સત્ય, જેથી ધર્માંની વિરાધના થાય તે અસત્ય, મિશ્રણવાળી સત્ય-મૃષા ભાષાથી આરાધના વિરોધના બન્ને થાય છે, પણ અસત્યાક્રૃષા ભાષાના સંબંધ આરાધના કે વિરાધના સાથે નથી (૮૩૧, ૮૫૬). પ્રજ્ઞાપની ભાષા, જે અસત્યતૃષાના એક ભેદ છે (૮૬૬), તે બાબતમાં પ્રસ્તુત્ત પદમાં વિગતે ચર્ચા છે તે આવી છે—(ભાષાના શબ્દોમાં તેા સ્ત્રી, પુરુષ કે નપુસકને ભાવ હેાતા નથી છતાં પણ જાતિવાચક) ગે! આદિ શબ્દોમાં પુલ્લિંગને પ્રયેાગ થાય છે, તેા તેવા શબ્દોને મૃષાભાષા ન કહેવાય, પણ તે પ્રજ્ઞાપની ભાષાના નમુના ગણાય (૮૩૨), (કારણ કે તે શબ્દોથી અમુક અંનુ નિરૂપણુ થાય છે. તે જ પ્રમાણે શબ્દોમાં લિગ નથી, છતાં પણુ) કેટલાક શબ્દો પુલ્લિ ંગી (૮૫૨) છે, કેટલાક સ્ત્રીલિ’ગી (૮૫૧) છે અને કેટલાક નપુસકલિંગી (૮૫૩) છે, (પણ તેમનેા પ્રતિપાદ્ય અથ તો તે શબ્દગત લિંગ ધરાવતો નથી છતાં) તે પણ મૃષાભાષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૩, ૮૫૪, ૮૫૭). ૧૧. સ્થાનાંગ–સમવાયાંગ, પૃ૦ ૧૨૨-૨૩; પ્ર૦ ટી॰ વત્ર ૨૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy