SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સમયમાં ગ્રહણ અને નિગમન બને થાય છે અને અંતે માત્ર નિર્ગમન છે, ગ્રહણ નથી, તેમ પ્રથમ સમયમાં માત્ર ગ્રહણ છે, નિગમ નથી (૮૭૮-૭૭૯), કારણ કે નિગમ દ્વિતીય સમયથી શરૂ થાય છે. લાકાતગમન પ્રથમ એ કહેવાઈ ગયું છે કે ભાષા લેકાત સુધી ગમન કરે છે, તેનો ખુલાસો કરતાં પ્રજ્ઞાપનામાં જણાવ્યું છે કે ગૃહીત પુલનું નિર્ગમન બે રીતે થાય છે. એક તે જે પ્રમાણમાં ગૃહીત કર્યા હોય તે સર્વે પુલોના પિંડનું એમ ને એમ નિસરણ થાય છે–અર્થાત વક્તા ભાષાવગણના પુદ્ગલેને પિંડને અખંડ રૂપમાં જ બહાર કાઢે છે. આ પિંડ અમુક યોજના ગયા પછી ધ્વંસ પામે છે, અર્થાત્ તેનું ભાષાનું પરિણમન સમાપ્ત થાય છે. પણ જો વક્તા ગૃહીત પુદ્ગલેને ભેદીને અર્થાત તેના વિભાગ કરીને કાઢ૧૦ (તો તે પિંડે સૂક્ષ્મ થઈ જાય છે તેથી શીઘ ધ્વંસ પામતા નથી, ઊલટું સંપર્કમાં આવનાર અન્ય પુદ્ગલેને વાસિત કરે છે = ભાષારૂપે પરિણત કરી દે છે.) તે તેથી તે અનંતગુણ વૃદ્ધિ પામતાં પામતાં લોકના અંતને સ્પર્શે છે (૮૮૦). પુદગલોનું આવું ભેદન અનેક પ્રકારે થાય છે. તેના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને ઉત્સરિકા એવા પાંચ ભેદ સૂત્રમાં દૃષ્ટાતો સાથે જણાવ્યા છે (૮૮૧-૮૮૭), એટલું જ નહિ પણ એ પાંચેયનું અલ્પબદુત્વ પણ નિર્દિષ્ટ છે. (૮૮૭) ભાષાના પ્રકાર પ્રસ્તુત પદમાં ભાષાના ભેદે અનેક રીતે વર્ણવ્યા છે (૮૩૦, ૮૪૯, ૮૫૯, ૮૭૦, ૮૯૬), પણ તે ભેદનું વ્યવસ્થિત નિરૂપણ સૂ૦ ૮૬ ૦૮૬૬ માં થયું છે, તેથી ભેદો માટે તે સૂત્રને મુખ્ય માનીને અહીં વિવરણ કરવામાં આવશે. ભાષાના બે પ્રકાર છે : પર્યાપ્તા અને અપર્યાપ્તા (૮૬૦). ટીકાકારે આનું વિવરણ કર્યું છે, તદનુસાર જેના પ્રતિનિયત સ્વરૂપને નિશ્ચય થઈ શકે છે, તે પર્યાપ્ત છે અને જેના વિષે એ નિશ્ચય નથી થઈ શકતો તે અપર્યાપ્ત છે. નિશ્ચય યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. યથાર્થ હોય તો સત્ય કહેવાય અને અયથાર્થ હોય તે મૃષા અથવા મિથ્યા કહેવાય. આથી જે ભાષા યથાર્થ નિશ્ચય ૯. ઘ૦ ટી , વત્ર ૨૬૪માં વિશેષાવશ્યક ભાષ્ય (ગા ૦ ૩૭૧) ને આધારે સ્પષ્ટ કર્યું છે કે એક જ સમયમાં બે ક્રિયાને વિરોધ નથી; માત્ર બે ઉપયોગને વિરોધ છે. ૧૦. કાષ્ઠકગત ભાગ મૂળમાં નથી પણ સ્પષ્ટતા ખાતર જોડયો છે. જુએ, વિશેષા ગા૦ ૩૭૮ અને ઘ૦ ટી ૦, પત્ર ૨૬૫ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy