________________
- ૧૩
મહાલમ્બિનું વરદાન
માનવી કઈ મહાનગરને મહિમા સાંભળે; એના વૈભવવિલાસની વાતેથી આકર્ષિત બને; અને એ નગરે પહોંચવાના મનેરથી પ્રેરાઈને પ્રવાસ આદરે ત્યારે એનું મન તે એક જ ઝંખના કરતું હોયઃ કયારે આ પ્રવાસને અંત આવે, જ્યારે મનના મરથ ફળે, અને કયારે એ મહાનગરમાં પહોંચી જવાની ધન્ય પળ આવે ?
પણ પ્રવાસ લાંબે હોય ત્યારે, સ્વાભાવિક રીતે જ, વચમાં નાનાં-મોટાં અનેક નગરે આવે. વળી, એ નગરમાં પણ કેટલાક તે સુંદરહામણાં અને સંપત્તિ અને સાહ્યબીની સામગ્રીથી એવાં ભય ભર્યા હોય કે જોનારના મન ઉપર કામણ કરી જાય અને એને પિતાને આંગણે જ રોકી રાખે. મહાનગરને યાત્રિક જે આ વચ્ચેનાં નગરની મોહિનીમાં સપડાઈ જાય છે અને પ્રવાસ ત્યાં જ અટકી જાય અને મહાનગર હમેશને માટે દૂર ને દૂર જ રહી જાય.
જેવું મહાનગરના યાત્રિકનું, એવું જ ગમાર્ગના પુણ્યપ્રવાસીનું. એને પણ ગની સાધના કરતાં કરતાં વચ્ચે વચ્ચે ઋદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓનું એવું મેહક આકર્ષણ મળે કે એને વધુ વેગસાધનાને, સીધાં ચઢાણ જે મુશ્કેલ માર્ગ તજીને ચમકારેની સોહામણી, લેભામણી, અજગજબ અને અવનવી દુનિયામાં જ વસી જવાનું મન થઈ આવે. દીનદુઃખી દુનિયા તે હમેશાં ચમત્કારની જ પૂજારી રહી છે. યોગસાધક માનવી એવે વખતે પિતાના મનને મનાવે છે—જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org