________________
૧ર
લબ્ધિતણા ભંડાર
લાખના આંકડામાં દસ, વીસ, પચીસ, પચાસ હજારનો અંક આપમેળે જ સમાઈ જાય, એવું જ આત્મયોગીઓ માટે અદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓના ચમત્કારનું સમજવું.'
આવા બધા ચમત્કારે બહારથી આવતા નથી, પણ અંદરથી જ પ્રગટ થાય છે; એક પ્રકારની એ પણ આંતરિક શક્તિઓ જ છે, અને યેગસાધનાને બળે જેમ જેમ ચિત્તને કે આત્માને વળગેલ દેષરૂપી અશુદ્ધિઓ–અશક્તિઓ દૂર થતી જાય છે, તેમ તેમ આવી શક્તિઓ આપમેળે જે પ્રગટ થતી જાય છે. તેજસ્વી દીપક ઉપરનું ઢાંકણું દૂર થતાં જ એને પ્રકાશ મેર પ્રસરી રહે છે, એવી જ સહજપણે મળતી સફળતાની આ વાત છે.
પણ આમાં જે ફેર પડે છે તે સાધનાના હેતુને. કેટલાક સાધકે એવા પણ હોય છે, જે માત્ર ચમકારે સર્જાવાની શક્તિ મેળવવા પૂરતી જ સાધના કરે છે; એમને આવી ડીક શક્તિ પ્રાપ્ત થાય એટલે, પોતાનું કામ પૂરું થયું માનીને, તેઓ આગળ વધતાં અટકી જાય છે, અને ધન-કીર્તિની આસક્તિથી પ્રેરાઈને, ગેડી મૂડીએ મેટો વેપાર ખેડવાને દેખાવ કરીને, દુનિયાને આંજવાને પ્રયત્ન કરે છે, અને અંતે, છાણાં લાકડાં ખરીદવામાં બહુમૂલા ૨નને ખરચી નાખવાની જેમ, પિતાની સાધનાના સારને ગુમાવી દે છે અને જગતમાં દંભી કહેવાય છે કે પોતેય ઠગાય છે અને દુનિયાનેય ઠગે છે.
સંસારમાં ભલે થોડાક પણ બીજા એવા સાધકે પણ હોય છે કે જેમને આત્મદર્શન સિવાય બીજા કશાની ખેવના હોતી નથી; અને એ માટે તેઓ દિનરાત આત્મસાધનામાં એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org