________________
સાધના
૫૩
આહાર મેળવવું એ શ્રમણ જીવનનો આચાર હતા. એનું તેઓ સંકોચ વગર પાલન કરતા. .
તેઓનું જીવન એક ઉત્કટ અને મહાન સાધક અને તપસ્વીનું જીવન હતું એટલે એમની સાધનામાં નાના અને મેટા ગાળાના અનશને-ઉપવાસને પણ સ્થાન હતું. એટલા માટે તે તેઓને “ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘર, ઘેર ગુણવાળા, ઘેર બ્રહ્મચર્યામાં રહેવાના સ્વભાવવાળા અને શરીરના સંસકારોને ત્યજનારા” તરીકે બિરદાવવામાં અને સ્તવવામાં આવ્યા છે.
આવી ઉગ્ર અને અખંડ હતી ગુરુ ગૌતમસ્વામીની જ્ઞાન અને ચારિત્રની સાધના.
સમતા એ સાધનાના કેન્દ્રમાં હતી અને અહિંસા, સંયમ અને તપની સિદ્ધિને માટે એ સાધના સમપિત થઈ હતી.
કયારે મળે સંસારમુક્તિ–મેક્ષ, એ જ એકમાત્ર તેઓની ઝંખના હતી.
અને એ ઝંખના જ ગુરુ ગૌતમસ્વામીના અંતર આહૂલાદને પાચ હતી.
ગુરુ ગૌતમ જ્યાં હોય ત્યાં આનંદ અને પ્રસન્નતાની મધુરતા પ્રસરી રહેતી.
જીવનસ્પશી સાધના અને ચારિત્રને જ એ પ્રભાવ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org