________________
૫૨
ગુરુ ગૌતમસ્વામી એ ગતિ હતી શાસ્ત્રના ઊંડા અધ્યયન અને અવગાહનની અને ઉત્કટ તપ, વ્રત, મેંનિયમ દ્વારા આત્માના દોષેનું સતત અવેલેકન અને સંશોધન કરતાં રહેવાની. આત્માને ભારબેજવાળે બનાવતાં અને મલિન કરતાં કર્મો, કષાયે, કલેશે અને રાગ-દ્વેષને જેટલે વહેલે અંત આવે એટલે વહેલે આ ધર્મયાત્રાને છેડે આવવાનું હતું, અને આત્માને સંપૂર્ણ મુક્તતાના નિજાનંદને સચ્ચિદાનંદભાવને–અનુભવ મળવાને હતે. પછી સાધનામાં શિથિલતાને કે ઉપેક્ષાને અવકાશ જ ક્યાંથી હોય ?
વળી, શિરછત્ર સમા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું તેઓને સતત માર્ગદર્શન મળતું રહેતું હતું. હજાર કિરણેથી પ્રકાશી રહેલા સવિતાનારાયણને નિરંતર વેગ મળ્યા પછી અંધકારથી ડરવાપણું કેવું ?
ગૌતમ તે જીવનસાધનામાં એકદમ એકાગ્ર બની ગયા અને એ સાધનામાં પોતાને મળેલ ભગવાન મહાવીરના વિશાળ ધર્મસંઘનું નાયકપણું અને પ્રથમ ગણધરપણુંય જાણે વીસરી ગયા. પિતાના સ્થાનનું ગુમાન તે તેઓને સ્પર્શી સુધ્ધાં ન શકયું. એ જવાબદારીમાં રજ માત્ર પણ ખામી ન આવે એ જ એમની ચિંતા રહેતી. અને ભગવાન મહાવીરની અખંડ ભક્તિ એ પણ એમની સાધનાનું એક અંગ હતું, કદાચ એ જ એમનું ધ્યેય હતું. ભગવાનની આજ્ઞા પામીને અને ધર્મવાણી સાંભળીને તેઓ પિતાની જાતને કૃતકૃત્ય બનેલી માનતા.
સાધુજીવનને શેભે એવા રસકસ વગરના લૂખો-સૂકા આહારથી તેઓ દેહને દામું આપતા; અને વસ્ત્રો પણ અલ્પમૂલ્ય અને જીર્ણશીર્ણ વાપરતા.
પ્રસન્ન-મધુર એમને વૈરાગ્ય હતું. અને એ સમભાવી સાધક કેઈ પણ જાતના ભેદભાવ વગર, ઊંચ કુળે, નીચ કુળ અને મધ્યમ કુળમાં નિર્દોષ ભિક્ષા માટે ફરતા. ગમે ત્યાંથી દેષ રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org