________________
૪
ગુરુ ગૌતમસ્વામી તે મેટો કષાય ગણાય, એટલે એ કષાયનું માઠું ફળ ભેગળ્યા વિના કેમ ચાલે ? પણ એ વાત તે એક જુદી કથા છે.' એ જવા દઈ એ. એક વાર મરીચિ ખીમાર પડયો. કેાઈ એ એની ચાકરી ન કરી એથી એને કઈક ખેદ થયા. પણ પછી પેાતાના મનનું સમાધાન કરી એણે નક્કી કર્યું કે જો આ માંદગીમાંથી મચી જાઉં તે કોઇને હું મારા શિષ્ય અનાવીશ.
મરીચિ સાજે થયે. એણે કાઈક કુળપુત્રની ધમ ભાવનાને જાગૃત કરી. એ મરીચિના શિષ્ય બન્યા. એનું નામ કપિલ. કપિલને પેાતાના ગુરુ ઉપર ખૂબ શ્રદ્ધા અને ભક્તિ. એમની એ દિન-રાત ખડે પગે સેવા કરતા. મરીચિને પણ પેાતાના આ શિષ્ય ઉપર ખૂબ ભાવ, મરીચિ અને કપિલ જાણે એક જ કાયાની એ છાયા મની ગયા.
આ કપિલને જીવ એ જ ગૌતમના જીવ.૨
‘ ભંતે ’ ( ભગવાન ! ) અને ગેાયમ' (ગૌતમ !) તરીકે આર્હુત શાસનમાં અમર બની ગયેલ ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમ વચ્ચેના ધમ સ્નેહના તંતુ છેક પ્રથમ તીર્થં પતિ ભગવાન ઋષભદેવના ચુગ સુધી લખાતે દેખાય છે.
પહેલા તીર્થંકર આર્દ્રિનાથ અને છેલ્લા તીથ કર મહાવીરસ્વામીના યુગને એક સૂત્રે-એક સ્નેહતંતુએ-ખાંધી જાણ્યા ગુરુ ગૌતમસ્વામીએ મરીચિના શિષ્ય કપિલ મુનિ તરીકે.
(૨) સિ’હના ઉદ્ધારક
તુંગગિરિની કદરામાં એક કેસરીસિંહ રહે. ભારે જોરાવક અને ભારે ધાતકી.
શંખપુરના પ્રદેશમાં એ સિંહની રંજાડથી હાહાકાર મચી ગયે.. એના ભયના લીધે ખેતરા વેરાન થઈ ગયાં અને માનવી અને ઢારપશુઆના જીવ પશુ બિનસલામત ખની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org