________________
નેહતંતુના તાણાવાણા પુત્રોને સેંપ વિશ્વના પ્રથમ ત્યાગી-ભિક્ષુક બની ગયા; અને. આત્મસાક્ષાત્કાર એ એમનું ધ્યેય બની ગયું.
એ દયેયને સફળ કરીને તેઓએ માનવજાતને એના ઉદ્ધારને માર્ગ દર્શાવ્યું અને સર્વમંગલકારી ધર્મતીર્થની સ્થાપના કરી. ભગવાન ઋષભદેવ એ યુગના પ્રથમ તીર્થકર કહેવાયા. માનવજાતને માટે નવા યુગનો ઉદય થયે.
આવા જાજરમાન મહાપુરુષ હતા ભગવાન કહષભદેવ.
તેઓ યુગદ્રષ્ટા પણ હતા અને યુગસણા પણ હતાઃ ભાવીનાં એંધાણ તેઓ પારખી શક્તા અને ભાવી કર્તવ્યને માર્ગ પણ. ચીંધી જાણતા.
એમના એક પુત્ર ભરત. એ યુગના પ્રથમ ચક્રવતી. એમને પુત્ર મરીચિ. પિતાના દાદાના ધર્મમાર્ગને અનુરાગી બનીએ ત્યાગી બન્ય
ભગવાન ઝાષભદેવે મરીચિનું ભવિષ્ય ભાખતાં ચક્રવતી ભરતને કહ્યું: “આ તારે પુત્ર મરીચિ ભવિષ્યમાં આ યુગને પહેલે વાસુદેવ થશે, પછી આગળના જન્મમાં ચક્રવતી થશે અને અંતે આ યુગના મહાવીર નામે અંતિમ તીર્થકર બનવાનું ગૌરવ પણ એને જ મળશે.”
ચકવતી ભરત પાસેથી પિતાનું આવું ઉજજ્વળ ભાવી. જાણીને મરીચિના હર્ષને કેઈ સીમા ન રહી. એને થયું કે મારા દાદા પહેલા તીર્થકર, મારા પિતા પહેલા ચક્રવતી અને હું બનવાને પહેલ વાસુદેવ! અરે, આટલું જ શા માટે, મારા ભાગ્યમાં ચક્રવતીપણું અને આ કાળનું અંતિમ તીર્થંકરપણું પણ લખાયું છે! હું કેટલે ભાગ્યશાળી! મારું આખું કુટુંબ કેટલું બધું ગૌરવવંતું! આવું ભાગ્ય કેને મળે ભલા? મરીચિએ માનેલું આ ગૌરવ તો સાચું હતું, પણ એની પીઠે બેઠેલું અભિમાન છે અને ખતરનાક હતું. અને અભિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org