________________
૪૨
ગુરુ ગૌતમસ્વામી એ કહેવત મુજબ ગુણ અને સત્યને સદા સ્વીકાર કરવાની આ નિર્મળ ધર્મદષ્ટિ હતી.
ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે સાધકે ભગવાનના સંઘમાં વસ્ત્રપાત્રધારી સાધક-ભિક્ષુઓ-શ્રમણે હતા; પણ એમની સાધનાને બીજા કઈ પણ સાધકની સાધના કરતાં જરાય ઊતરતી લેખવામાં નહતી આવતી.
સમવસરણમાંથી શ્રેતાઓને ધર્મદેશનાના અમૃતનું પાન કરાવીને ભગવાને વિશાળ દેવસમુદાય, જનસમુદાય અને પશુપક્ષીઓના સમૂહની હાજરીમાં જંગમ તીર્થરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકાના ધર્મપાલનની મર્યાદા સમજાવીને ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું.
એ ધર્મતીર્થ દ્વારા શ્રમણ ભગવાન મહાવીરની આત્મસાધના અને આત્મસિદ્ધિની અમર અને સર્વમંગલકારી ધર્મસંપત્તિની લહાણું થવાની હતી. અને તેથી એ તીર્થ કંઈક પાપી, અધમ અને દીન-દુઃખી જનને ઉદ્ધાર કરનારું બનવાનું હતું. એના આરે કંઈક અબેલ અને નિર્દોષ પશુઓને યજ્ઞમાંથી અભયદાન મળવાનું હતું. અને નારીવર્ગના ઉદ્ધારનાં બીજ પણ એ તીર્થપ્રવર્તનમાં રહેલાં હતાં. માનવમાત્રને માટે ભારે આશા અને ઉત્સાહનું પ્રેરક બનવાનું હતું એ તીર્થ—જાણે દુખના મહાસાગરને પાર કરવાને સરળ-સુગમ નવો કિનારે જ રચાયે હતે.
ભગવાને સત્ તત્ત્વના પ્રાણુરૂપ ઉત્પત્તિ, નાશ અને ધ્રુવપણાની ત્રિપદીને ગુરુમંત્ર ગણધરોને આગે ભગવાનની સૂત્રરૂપ વાણીને વિસ્તાર કરવાનું તેમ જ એની સાચવણી કરવાનું કામ ગણધર મહારાજેએ સંભાળ્યું અને ભગવાનના ધર્મતીર્થીની વ્યાપક પ્રભાવના શરૂ થઈ.
ભગવાનના સમસ્ત શ્રમણ સંઘના નાયક બન્યા હતા ગુરુ ગૌતમસ્વામી. દીક્ષા લીધી તે પળથી જ જીવનસાધના અને શાસનપ્રભાવના એ જ એમનું જીવનકાર્ય બન્યું હતું. વૈશાખ સુદિ અગિયારશને એ દિવસ ધન્ય અને યાદગાર બની ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org