________________
તીર્થં પ્રવત ન
ભગવાન મહાવીરનું રાતેારાત અપાપાપુરીમાં આવવું, શતદળ કમળની જેમ, સફળ થયું.
એક જ દિવસમાં અગિયાર બ્રાહ્મણશ્રેષ્ઠ દિગ્ગજ પંડિતા શ્રમણધમની દીક્ષા લઈને ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યા અન્યા; ભગવાને એમને પેાતાના ગણધર પદે સ્થાપ્યા. એ બધા શ્રમણશ્રેષ્ઠ બનીને ભગવાનના ધર્મશાસનના સ્ત ંભા બનવાના હતા : આ કંઈ જેવા તેવા લાભ ન હતા.
અને એ અગિયાર મહાપ`ડિતાના ચુમ્માલીસ સે। જેટલા શિષ્યે પણ દીક્ષિત બનીને ભગવાનના શ્રમણ સંધને શરૂઆતમાં જ વિશાળ અને સમૃદ્ધ બનાવી રહ્યા.
ભગવાન મહાવીરે પાતે તે વસ્ત્રો અને પાત્રોને સવ થા ત્યાગ કર્યાં હતા, પણ એમની સાધના એક અનાગ્રહી સત્યશેાધકની સાધના હતી અને અહિંસા એના કેન્દ્રમાં હતી. અને અહિંસાના પાલન તથા પ્રવર્તનમાં દખાણુ જેવા આગ્રહને કોઈ સ્થાન નથી હાતુ . એટલે ભગવાને પેાતાના તીમાં અને સંઘમાં વજ્રપાત્રને ત્યાગ કરનાર તથા એને ધાણુ કરનાર એમ અન્ને પ્રકારના સાધકાને સમાન સ્થાન અને આદર આપ્યાં હતાં. જેવી જેની શક્તિ અને રુચિ એવી સાધના કરીને આત્મદર્શનમાં આગળ વધવાની સૌને મેાકળાશ હાવી ઘટે, એવી અહિંસાપ્રધાન ઉદાર એમની દૃષ્ટિ હતી; અને એ સમભાવના દૃઢ પાયા ઉપર રચાયેલી હતી. વસ્ત્ર-પાત્રના ત્યાગ અને સ્વીકાર એ ઊભય માર્ગ ના આત્મસાધનામાં સમન્વય એ ભગવાન મહાવીરની વ્યાપક અને ગુણગ્રાહક અનેકાંતપદ્ધતિનું પરિણામ હતું. ભગવાન સાચે જ મહામના, સાગરદિલ ધમ નાયક હતા. એમના ધર્મ અને સંઘમાં સૌકેાઈ ને આવકાર મળતા અને જાકારા તે કોઈ ને થતા જ નહી. ‘ ગાય વાળે તે ગાવાળ
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org