________________
૪૦
ગુરુ ગૌતમસ્વામી પણ એ વાદ જ્ય-પરાજયની દૂષિત ભાવનાથી પ્રેરાયેલ ન તે વિવાદ હતો કે ન તે વિખવાદ હતે. એમાં તે શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે જિજ્ઞાસાનું એટલે કે સત્યને સમજવા-પામવાની તથા સમતાપૂર્વક અને વાત્સલ્યથી સમજાવવાની ઉત્કટ તાલાવેલીનું કલ્યાણમય અમૃતતત્ત્વ ઊભરાતું હતું.
તેથી જ એ વાદને અંતે કંઈ પણ જીવનું અંતર લેશ પણ દુભાયું ન હતું, એટલું જ નહીં, ૪૪૧૧ જેટલા પુણ્યાત્માએએ આનંદ અને ઉલ્લાસથી ભગવાન મહાવીરને ચરણે પોતાની જાતને સમર્પિત કરવામાં કૃતાર્થતા અનુભવી હતી.
આ પ્રભાવ હતે સમતા, અહિંસા અને અનેકાંત પદ્ધતિને.
એણે ન કલ્પી શકાય એ ચમત્કાર સજીને ધર્મક્ષેત્રને વિશેષ ઉદ્યોતમય બનાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org