________________
સમર્પણુ
પછી તે લેહચુંબક લેઢાને ખેંચે એમ, ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને પ્રભુ પાસે રેકાઈ ગયેલા જાણીને, ત્રીજા ભાઈ વાયુભૂતિ અને બાકીના આઠ પંડિતે પણ ભગવાન મહાવીરને પરાજિત કરવાના વિચારથી એમની પાસે પહોંચ્યા અને અંતે એમના પ્રભાવથી પ્રભાવિત થઈને, અને તેઓ સાચા સર્વજ્ઞ છે એમ માનીને પિતપતાની શંકાઓનું સમાધાન મેળવીને ભગવાન પાસે, પિતાના ળેિ સાથે, દીક્ષિત થઈ ગયા.'
આ અગિયારે પંડિતની શંકાઓના નિરાકરણમાં ભગવાન મહાવીરે જે જ્ઞાનગંભીર વાતે સમજાવી એમાં જીવને સંસારમાં રોકી રાખીને એમાં રખડાવનારાં કારણેનું અને સંસારનાં બંધનમાંથી મુક્ત થવાના ઉપાયનું સ્પષ્ટ, સુરેખ અને પ્રતીતિકર નિરૂપણ થયેલું જોવા મળે છે. મતલબ કે એમાં બંધન અને મુક્તિમાં કારણે દર્શાવતાં નવે તનું નિરૂપણ સમાઈ જાય છે. અને આ નિરૂપણથી પરલેક કે પૂર્વ કર્મના અસ્તિત્વની વાત તે આપ મેળે જ સમજાઈ અને પુરવાર થઈ જાય છે.
આ શંકાઓનું નિરાકરણ આટલું સચોટ અને હૃદયસ્પર્શી તેમ જ માર્ગદર્શક બની શક્યું છે એનું કારણ એ નિરાકરણ ભગવાને કેવળ તર્ક અને બુદ્ધિના બળે આપવાના બદલે પિતાની વર્ષોની સાધનાને બળે પોતાને પ્રાપ્ત થયેલ અનુભૂતિના આધારે, હૃદયના ઉલ્લાસ અને સામર્થ્યથી આપ્યું હતું. તેથી જ આ વિદ્વાને સાથે ભગવાન મહાવીરને વાર્તાલાપ શુષ્ક તર્ક કે બુદ્ધિની પટાબાજી કે અથડામણરૂપ બનવાને બદલે હૃદય હૃદયનું સ્વાગત કરે એ આત્મીયતાભર્યો અને હૃદયસ્પર્શી બની શક્ય હતું.
આ અગિયાર પંડિત સાથેના ભગવાન મહાવીરના વાતલાપને શાસ્ત્રકર્તાઓએ “ગણધરવાદના નામે ઓળખાવ્યું અને સાચવી રાખે છે.
જૈન સંઘના ઈતિહાસમાં તેમ જ અભ્યદયમાં અપૂર્વ કહી શકાય એવા આ પ્રસંગને ભલે “વાદકહેવામાં આવ્યું હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org